હળવદના ચરાડવા ગામે જમીન પર સ્કૂલ અને મકાનો હોવા છતાં ખોટું વાવેતર દર્શાવનાર તલાટી અને મામલતદાર સામે તપાસ - At This Time

હળવદના ચરાડવા ગામે જમીન પર સ્કૂલ અને મકાનો હોવા છતાં ખોટું વાવેતર દર્શાવનાર તલાટી અને મામલતદાર સામે તપાસ


આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદના ચરાડવા ગામના વતની અને હાલ મોરબીના રંગપર ગામે રહેતા બાબુભા નવુભા ઝાલા સહિતના અસરગ્રસ્ત પરિવારોએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપી જણાવ્યું હતું કે, તેમના સહિતના 30 જેટલા પરિવારો 30 વર્ષથી હળવદના ચરાડવા ગામે રહેતા હતા. તેઓ જ્યાં રહેતા હતા તે જમીન ઉપર કોઈ જાતનું વાવેતર થયું જ ન હોવા છતાં અને આ જગ્યાએ સ્કૂલ અને 72 મકાનો આવેલા હતા. પણ 2019ની સાલમાં તે વખતના તલાટીએ 30 વર્ષ સુધી વાવેતર થયું ન હોવા છતાં સરકારી ચોપડે વાવેતર દર્શાવી ગેરરીતિ આચરી હતી.વધુમાં જમીન આપનાર જે તે માલિકે તે સમયે આ મકાનોમાં રહેતા લોકો સામે લેન્ડ ગ્રેબીગની ફરિયાદ કરી હતી આમ છતાં આ કેસ ખાનગી મકાનોમાં રહેતા લોકો જીતી ગયા હતા. આમ છતાં તે વખતના તલાટી અને મામલતદાર સહિતના લાગતા વળગતા લોકોએ ભ્રષ્ટાચાર કરી મામલતદારને તે વખતે બદલીનો ઓડર મળી ગયો હોવા છતાં જતા જતા ગેરકાયદે ખાનગી પ્રોપર્ટીમાં મકાનો પાડવાનો હુંકમ કરી અને તે વખતે કોરોના કાળમાં સરકારનો મકાનો ખાલી ન કરવાનું જાહેરનામું હોવા છતાં તેનું ઉલલઘન કરી પાંચ જેટલા મકાનો તોડી પડતા 30 જેટલા સામાન્ય પરિવારો બેઘર બની ગયા હતા.

આ ચકચારી પ્રકરણમાં ન્યાય મેળવવા અત્યાર સુધીમાં અનેક વખત આવેદનપત્ર આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા અંતે પીડિતોએ તા.3 જાન્યુઆરીએ મોરબી કલેકટરને આવેદન આપી ત્યાંથી ગાંધીનગર સુધીની પગપાળા ન્યાયયાત્રા કરવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર કાંડની તપાસ સોંપવાની સાથે યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપતા હાલના તબબકે પગપાળા ન્યાય યાત્રા મોકૂફ રખાઈ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.