થાનગઢ તાલુકામાં આવેલી લીઝો ના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા. અમૃત મકવાણા - At This Time

થાનગઢ તાલુકામાં આવેલી લીઝો ના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા. અમૃત મકવાણા


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ ની સીમ વિસ્તારના માં આવેલ ખનીજ માટે ની લીઝો માપણી કરી, વેચાણ કરેલ રોયલ્ટી પાસ સાથે ખનીજ જથ્થા નું ક્રોસ ચેકીંગ કરવા રજુઆત સાથે જણાવ્યું કે
હાલ થાનગઢ તાલુકા ના ગામડાઓ માં ખનીજ ના ખાડા ભરવાનું કામ સરકારી ખર્ચે થઈ રહ્યું છે. ખનીજ વિભાગની કામગીરી સરાહનીય છે પરંતુ હજારો કરોડ ની ખનીજચોરી કરનાર ચોર હજુ સુધી પકડાયા નથી જે દુઃખ ની વાત છે. આ બધા ની વચ્ચે સૌથી મોટી ચોરી જે લોકોએ કરી છે એમાં ખાસ કરી ને અમુક લીઝ ધારકો લીઝ ના ક્ષેત્રફળ માં ખનીજ જથ્થો ખાલી થઈ ગયા પછી અન્ય જગ્યાએ થી ગેર કાયદે ચોરાયેલા ખનીજ ને પોતાના લીઝ ના ક્ષેત્રફળ નું ખનીજ બતાવી રોયલ્ટી પાસ નો દૂર ઉપયોગ કરી ચોરેલા ખનીજ ને લીગલી કરવાનું કામ કરતા હોય છે. ભૂતકાળ માં રોયલ્ટી પાસ નું ખોટું વેચાણ કરી આ લીઝ ધારકો કરોડો રૂપિયાની કમાણી કરી તંત્ર ની આંખો માં ધૂળ નાંખવામાં સફળ થયા છે. ખરેખર ખનીજ ચોરી અટકાવવી જ હોય તો રોયલ્ટી પાસ નો દૂર ઉપયોગ કરનાર લીઝધારકો પર જ કડક કાર્યવાહી કરવી જોઈએ.

અમૃત મકવાણા એ લેખિત રજૂઆત કરી જણાવ્યું કે હાલ સોનગઢ માં ચાલી રહેલી લીઝો કેટલી ખરેખર ચાલુ છે અને કેટલી બંધ છે? કેટલા સમય થી તે તપાસ કરવામાં આવે. 2. લીઝો ના ક્ષેત્રફળ માં ખરેખર કેટલું ખનીજ હતું અને કેટલો રોયલ્ટી પાસ નું વેચાણ થયું જેનું ક્રોસ ચેક કરવામાં આવે. 3. ખોટી રીતે રોયલ્ટી પાસ નો દૂર ઉપયોગ કરનાર શખ્સો પર દેશ દ્રોહી નો ગુન્હો દાખલ કરવામાં આવે..
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.