દાખલ દર્દીઓને આજે સવારે 8 વાગ્યા પહેલા ચકાસી લેશે પછી તબીબ આવશે જ નહિ, ઈમર્જન્સી માટે ફક્ત સિવિલ છેલ્લો રસ્તો જ્યાં સ્ટાફની રજાઓ રદ કરાઈ - At This Time

દાખલ દર્દીઓને આજે સવારે 8 વાગ્યા પહેલા ચકાસી લેશે પછી તબીબ આવશે જ નહિ, ઈમર્જન્સી માટે ફક્ત સિવિલ છેલ્લો રસ્તો જ્યાં સ્ટાફની રજાઓ રદ કરાઈ


રાજ્યવ્યાપી હડતાળને પગલે રાજકોટ શહેરમાં આગામી 24 કલાક જોખમી, અકસ્માતના કેસમાં પણ ખાનગી હોસ્પિટલ સારવાર નહિ કરે, સિવિલ પર ભારણ વધશે

​​​​​​​ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે નિર્ણય ન લીધા પણ તેમાં ફરજ માટે તબીબો જશે નહિ ફક્ત ઈન્ડોરના દર્દીઓ જ સાચવશે

રાજ્યના ખાનગી તબીબોએ શુક્રવારે રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું છે જેને લઈને શુક્રવાર સવારે 8 વાગ્યાથી શનિવાર સવાર 8 વાગ્યા દરમિયાન 24 કલાક સુધી તમામ તબીબો હોસ્પિટલથી દૂર રહેશે જેને લઈને શહેરીજનોને હાલાકી પડે તેવી પૂરી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.