'લોગ પહેચાન જાતે હૈ'ના ઓડિયો પર રાજકોટની મહિલાએ ગન સાથે વીડિયો બનાવ્યો, વાઇરલ થતા પોલીસે ધરપકડ કરી - At This Time

‘લોગ પહેચાન જાતે હૈ’ના ઓડિયો પર રાજકોટની મહિલાએ ગન સાથે વીડિયો બનાવ્યો, વાઇરલ થતા પોલીસે ધરપકડ કરી


રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી ફોલોઅર્સ વધારવા માટે યુવાનોની સાથે સાથે હવે યુવતીઓ પણ હરીફાઇમાં ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેરમાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તૃપ્તિ સાવલિયા નામની મહિલા જાહેર રસ્તા પર રાત્રીના સમયે ફાયરીંગ કરતી હોય તેવો વીડિયો બનાવી તેમાં 'લોગ પહેચાન જાતે હૈ' નો ડાયલોગ મૂકી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જે વાઇરલ થતાની સાથે જ પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.