સુઈગામ તાલુકા વિદ્યુત બોર્ડ નઘરોળ, ઠે-રઠેર વીજપોલ પર વેલાઓ જામ્યા, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/azrs7aszuebam6nj/" left="-10"]

સુઈગામ તાલુકા વિદ્યુત બોર્ડ નઘરોળ, ઠે-રઠેર વીજપોલ પર વેલાઓ જામ્યા,


સરહદી સુઇગામ તાલુકામાં કોઇપણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે,પરંતુ અહીં આવ્યા પછી સ્થાનિક નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી સજાને બદલે મજા ભોગવતા થઈ જાય છે, જેમાં ખાસ કરીને 24 કલાક જરૂરી એવી લાઈટ માટે ગમે ત્યારે ટીપ આવે કોઈ નક્કી નહિ,એમાં કોઈપણ સીઝનમાં જરાક વરસાદ પડે કે વીજળી ગુલ, જેમાં ખાસ કરીને વિજકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે, ઠેરઠેર વિજતાર ઝાડની ડાળીઓ માં ફસાયેલા હોય અને વેલા વીંટલાઈ ને વિજપોલ ને ઢાંકી દે,જેને લઈ કેટલીયે વખત વિજફોલ્ટથી કે કરંટ થી નિર્દોષ પશુઓ કે માનવને નુકશાન થતું હોય છે,ખેતરો તેમજ જ્યાં ત્યાં કેટલીયે જગ્યાએ વિજપોલ પર વીંટળાઈ ગયેલા વેલા વિજતાર સાથે હરીફાઈ કરવા લાગે તોય એ વેલા કે ઝાડની ડાળીઓ ને દૂર કરવાની જાણે તેમની પાસે કોઈ ફુરસદ નથી, ક્યારેક કોઈ કામ માટે સોસીયલ મીડિયામાં વાહવાહી કરાવતા વિદ્યુત કર્મીઓને વિજપોલ કે વિજતાર સાથે જોડાયેલા વેલા કે ઝાડની ડાળીઓ દૂર કરવા માટે જાણે સમય જ નથી,ત્યારે કોઈ જાનમાલને નુકશાન થાય તે પહેલાં વિજપોલ અને વિજતાર સાથે જોડાયેલા ઝાડની ડાળીઓ અને વેલા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]