મોબાઇલ ફોન તેમજ સીમ કાર્ડનાવેચાણ અને એક્ટીવેશન સમયે રીટેઈલરોએ ધ્યાનમા રાખવાની બાબતો - At This Time

મોબાઇલ ફોન તેમજ સીમ કાર્ડનાવેચાણ અને એક્ટીવેશન સમયે રીટેઈલરોએ ધ્યાનમા રાખવાની બાબતો


ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને ભુતકાળમાં બનેલ કેટલાક બનાવોથી જણાઈ આવે છે કે ત્રાસવાદી/સામાજિક તત્વો ત્રાસવાદી તેમજ અસામાજિક પ્રવૃતિને અંજામ આપતા હોય છે. આ સ્થિતિને નિવારી શકાય અને અંકુશમાં મુકી શકાય તે માટે રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલ સીમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સીમકાર્ડ વેચવા કે ખરીદવા પર કોઈ ચોક્કસ પ્રકારની નીતિનું પાલન કરવામાં આવતું નથી. જેથી આ અંગે જિલ્લામાં બોગસ દસ્તાવેજોના આધારે સીમકાર્ડ વેચવાના કિસ્સા અવાર નવાર ધ્યાને આવતા રહે છે જેથી આ પ્રકારની પ્રવૃતિ પર અંકુશ રાખી શકાય તે માટે, મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થા બંધ વેપારીઓને આપવામાં આવતા સીમ કાર્ડનંબરોનું રજિસ્ટર એરીયા વાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવું, ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થા બંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમ કાર્ડના નંબરોનું રજીસ્ટર રીટેલઈરોએ પણ નિભાવવું. જેમાં જે તે નંબરનું સીમ કાર્ડ કઈ વ્યક્તિને વેચવામાં આવેલ છે અને સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલ હોય તેની વિગતવાર નોંધ કરવી, મોબાઈલ કંપનીઓએ તેમના સીમ કાર્ડનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટરોએ અને તેના રીટેઈલરોની યાદી તેઓના કંપની કોડ સાથેની નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવી, સીમ કાર્ડ ખરીદવા
આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવાની જવાબદારી રીટેઈલરની રહેશે તે દસ્તાવેજો જેવા કે ફોટો આઈ કાર્ડ ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઈઝના ફોટાની સરખામણી કરવી, મોટા ભાગે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આવા સંજોગોમાં તેવા લોકોની પુરેપુરી માહિતી મોબાઈલ કંપનીઓએ સ્થાનિક પોલીસને આપવી, મોબાઈલ સીમના ડીસ્ટ્રીબ્યુટરો સીમકાર્ડના વેચાણ અર્થે સીમ કાર્ડ કોઈ પણ ફેરીયા કે પાનના ગલ્લા વાળાઓને આપતા હોય છે જે ખુબ ગંભીર બાબત છે જેથી આવા સીમ કાર્ડનું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં શોપ એક્ટ હેઠળ નોધાયેલ લાઈસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી, મોબાઈલ કંપનીઓએ કોઈ પણ સીમ કાર્ડનું એક્ટીવેશન કરતા પહેલાં સીમ કાર્ડ ખરીદનારે આપેલ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમ કાર્ડ એક્ટીવ કરવું,એસ.ટી.ડી પી.સી.ઓએ કોલની આઈડેન્ટીટી ચકાસવા તેમજ કોલ ડીટેઈલ માટે પણ નામ સરનામાની માહિતીનું રજીસ્ટર નિભાવવું.

આ જાહેરનામું તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨  સુધી  અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર

આબીદઅલી ભુરા

હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.