જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા હાજર રહ્યા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામેની ઝુંબેશ ના ભાગરૂપે લોક દરબાર યોજાયો - At This Time

જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા હાજર રહ્યા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામેની ઝુંબેશ ના ભાગરૂપે લોક દરબાર યોજાયો


જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા હાજર રહ્યા

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામેની ઝુંબેશ ના ભાગરૂપે લોક દરબાર યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ પૂરજોશમાં ઝુંબેશ ચાલી રહી છે અને ઠેર ઠેર લોક દરબારો યોજવામાં આવી રહ્યા છે અને પીડિતો પાસેથી ફરિયાદો લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેનાથી વ્યાજખોરોમાં જતો ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે આ ઝુંબેશના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલ વાઘેલાની ઉપસ્થિતિમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા લોકદરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ ખુલ્લા મને ચર્ચા કરી હતી અને પીડિત લોકોને આગળ આવી ફરિયાદ કરવાની પણ વાત કરી હતી
આ મિટિંગમાં બેંકના મેનેજર સહિત લોન વિભાગના કેટલાય કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેંક દ્વારા લોન આપવામાં આવશે અને સરકારશ્રીની નવી યોજનાઓની પણ લોકોને સમજણ આપી હતી બેંકના મેનેજર શ્રી ઓએ પણ લોકોને બેંકમાંથી લોન લેવાની સમજણ આપી હતી. ઓછા વ્યાજે બેંક લોન આપે છે તેવું જણાવ્યું હતું અને વ્યાજના ખપ્પરમાં ન હોમાવવાની સલાહ આપી હતી
લોક દરબારમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇલોલ સરપંચ પૂર્વ સરપંચ અહેમદભાઈ ઢાપા અશરફભાઈ દાત્રોલીયા ફિરોજભાઈ કનડિયા સલીમભાઈ કનીયા હાજી ઈસ્માઈલભાઈ બાવન, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોમાંથી કેટલાક લોકોએ કે જેઓ વ્યાજખોરોના ખપ્પરમાં ફસાયેલા હતા તેઓએ ખુલ્લા મને ફરિયાદ કરી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ તે લોકોની ફરિયાદ અંગે સૂચના હતી યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી
આ પ્રસંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી વાય. બી.બારોટ એ પણ લોકોને ખુલ્લા મને મારો સંપર્ક કરવા અને મને માહિતી આપવા તેવું જણાવ્યું હતું

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.