યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મેડીકલ હેલ્થ ચેકઅપ, રક્તદાન કેમ્પન અને પર્યાવરણ બચાવ વિષે આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/avfa6bwwqwzyre15/" left="-10"]

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મેડીકલ હેલ્થ ચેકઅપ, રક્તદાન કેમ્પન અને પર્યાવરણ બચાવ વિષે આયોજન.


આજ ના નવયુવાન શિવમસિંહ ચૌહાન દ્વારા આયોજીત આ કાર્યક્રમની નો મુખ્ય ચાર હેતુ હતાં જેમાં

(૧) રાષ્ટ્ર અને દેશ પ્રત્યે પ્રેમ, આ કાર્યકર્મ આઝાદી ના અમૃત મહોત્સવની ખુશી સાથે સામાજીક સંદેશ અર્થે આયોજીત કરવામાં આવ્યો હતો,

(૨) સમાજસેવા જેમાં ફ્રી મેડીકલ ચેકઅપ અને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું,

(૩) પર્યાવરણ બચાવવા માટે દેશ અને દુનિયામાં સૌ નાગરીક ની ફરજ છે,

(૪) અંગદાન , અંગદાન વિષે યોગ્ય માહિતી સમાજ અને યુવાનો ને મળે એ પ્રસંશનીય હતું,

આ સામાજીક અને સેવા સેતુ કાર્યક્રમ આઝાદી ના અમૃત મહોત્સવની ખુશીમાં તારીખ ૨૧ ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ શહીદ મંગલ પાંડે હોલ નિકોલ ખાતે આયોજન યુથ ઓફ યુનિવર્સ ના નવયુવાન શિવમસિંહ ચૌહાન દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મા.પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, પદ્મ શ્રી - શ્રી મહેશ શર્મા જી, અંગ દાન ચેરીટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર શ્રી દિલીપભાઈ દેશમુખ ( દાદાજી) સહીત , ડૉ. સુનીલ બોરીસા, કોર્પોરેટર શ્રીઓ,અગ્રણીઓ, મહાનુભાવો ને શાલ અને પુષ્પ ગુચ્છ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા ,

કાર્યક્રમની ની શરૂઆતમાં પર્યાવરણ નું જતન કરવા આમંત્રિત મહાનુભવો એ સાથે વૃક્ષા રોપણ કરી પર્યાવરણ ની માવજત કરવામાં આવશે તો જ પૃથ્વીલોક ઉપર જીવનચક્ર ચાલશે એ માટે ખાસ નવયુવાનો ને ઝાડ-પાન ની માવજત કરવામાં આવે અને પર્યાવરણ નું સંતુલન વેર - વિખેર ના થાય એ માટે યુવાનો માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું,

પૂર્વ ગૃરાજ્યમંત્રી મા.ગોરધનભાઇ ઝડફીયા દ્વારા પર્યાવરણ ની જેમાં જીવ જંગલ જાનવર જમીન, ઝાડ ની ચિંતા અને જતન કરવું એ ફક્ત સરકાર અને વનવિભાગ ની જવાબદારી નથી આપણા સૌ ની જવાબદારી છે એ પોતાના શબ્દોમાં સંબોધન માં જાણવામાં આવ્યું હતું,

પદ્મ શ્રી મેળવેલ શ્રી મહેશ શર્માજી એ RSS ના સક્રિય કાર્યકર હોઇ જાંબુવામાં પયૉવરણ માટે કરેલ જતન અને જીવનમાં અથાગ પરિશ્રમ થી મેળવેલ પદ્મ શ્રી વિષે માહીતિ નવયુવાનો અને સમાજ ને આપી હતી,

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર શ્રી દિલીપભાઈ દેશમુખ ( દાદાજી) છે તેમણે અંગદાન વિષે ઉપસ્થિત મહાનુભાવો અને નવયુવાનો ને અંગદાન વિષે સચોટ માહીતિ અને માગૅદશૅન પૂરું પાડ્યું હતું,

આ સામાજીક કાર્યક્રમ માં ABVP, RSS, VHP, BJP સહીતના નવ યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતાં છે જે નોંધનિય છે,

ઉપરોક્ત જણાવેલ તારીખ, સ્થળ અને સમય દરમિયાન કાર્યક્રમની રૂપરેખા મુજબ પત્રકારો એ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમને ની નોંધ લઈ સમાજમાં તમામ વર્ગનના નવ યુવાનો માટે આવા સામાજિક કાર્ય કરવા પ્રેરણારૂપ બને અને પ્રોત્સાહન મળે એ રીતે સફળ બનાવ્યો હતો અને આવનારા સમયમાં ઉપસ્થિત સૌ કોઈ આમંત્રિત મહાનુભાવો અને નવયુવાન નો આવા સામાજીક કાર્યો માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે એવી શુભેચ્છાઓ યુથ ઓફ યુનિવર્સ ટીમ ને આપી હતી,

પત્રકાર જગત દ્વારા આ કાર્યક્રમની વિષેશ નોંધ લેવામાં આવી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]