કેશોદ શહેરી વિસ્તારમાં પચ્ચાસથી વધુ ગૌવંશના મોત! - At This Time

કેશોદ શહેરી વિસ્તારમાં પચ્ચાસથી વધુ ગૌવંશના મોત!


કેશોદ શહેરી વિસ્તારમાં દરરોજ પાંચથી વધુ ગૌવંશના મોતનો સીલસીલો યથાવત તાલુકાભરમાં મોતનો આંકડો કેટલો હશે??? 

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જોવા મળી રહીછે ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જોવા મળી રહ્યોછે થોડા દિવસ અગાઉ સરકારી પશુ ચિકિત્સકો પાસે લમ્પી વાયરસ રસીકરણ ઉપલબ્ધ ન હતું ત્યારે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલમાં કેશોદ શહેરમાં રખડતા ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગ જોવા મળી રહ્યોછે જે ઝડપથી ફેલાઈ પણ રહ્યોછે અને ગૌવંશના મોતનો સીલસીલો ચાલુ હોય માત્ર શહેરી વિસ્તારમાં જ દરરોજ પાંચથી વધુ ગૌવંશના મોત થતાં હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અત્યાર સુધીમાં પચ્ચાસથી પણ વધુ ગૌવંશ મોતને ભેટયા હોવાનો અંદાજ માનવામાં આવી રહ્યોછે 

એનો મતલબ એવો પણ માનવો રહ્યો કે લમ્પી વાયરસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેશોદમાં રખડતા ગૌવંશોને લમ્પી રસીકરણ થયુ નહી હોય જો અગાઉ તમામ ગૌવંશોને રસીકરણ થયુ હોત તો કદાચ મોટાભાગના ગૌવંશ મોતને ભેટતા બચી શક્યા હોત જો શહેરી વિસ્તારમાં જ પચ્ચાસથી વધુ ગૌવંશના મોત થયા હશે તો તાલુકાભરમાં ગોવંશના મોતનો આંકડો કેટલો હશે? એ વિચારથી જ હૃદય કંપી ઉઠેછે

થોડા દિવસો પહેલા સરકારી પશુ ચિકિત્સકો પાસે લમ્પી વાયરસ રસીકરણ ઉપલબ્ધ ન હતું ત્યારે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા ઘરે ઘરે જઈને પશુઓને રસીકરણની કામગીરી કરવામાં આવી હતી તેવા સમયે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા પશુઓને રસીકરણની નજીવી ફિ લેવામાં આવી હતી અને તેમાંથી પણ જે આવક થઈ હતી તે તમામ આવકમાંથી મોટા ભાગના ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા અનેક  ગૌશાળાઓ અને ગામોમાં રખડતા ભટકતા ગૌવંશોને વિનામૂલ્યે રસીકરણ કામગીરી હાથ ધરી ગૌવંશ પ્રત્યે માનવતા દાખવી હતી ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા ગૌશાળાઓ અને રખડતા ગૌવંશોને મોટેભાગે રસીકરણ કરવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશના મોતનો આંકડો નહીવત હોવાનું મનાઈ રહ્યુંછે

 

શહેરી વિસ્તારમાં હાલ ગૌવંશના મોતનો સીલસીલો યથાવતછે જે મૃતક ગૌવંશને રહેણાંક વિસ્તારોથી દુર અલગ અલગ ખાડાઓ કરી અંતિમ વિધી કરવામાં આવે જેથી અન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય તેવુ આયોજન કરવામાં તે જરૂરીછે

કેશોદ શહેરી વિસ્તારમાં લમ્પી વાયરસના કારણે ગૌવંશના મોતનો સીલસીલો હોય ત્યારે બાકી રહેતા તમામ ગૌવંશને તાત્કાલિક લમ્પી રસીકરણ કરવામાં આવે તો કદાચ હજુ ગૌવંશને મોતના મુખમાંથી બચાવવામાં સફળતા મળી રહે ત્યારે તંત્ર દ્વારા શુ કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું પણ હાલ ગૌવંશના મોતથી ગૌપ્રેમીઓમાં દુઃખની લાગણી વ્યાપીછે 

 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon