ધંધુકાના શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરૂકુલ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજાઈ. - At This Time

ધંધુકાના શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરૂકુલ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજાઈ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરૂકુલ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજાઈ.
જી-20 અંતર્ગત શાળા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરૂકુલ, ધંધુકા ભાદર નદીના કાંઠે અમદાવાદ હાઇવે ધંધુકા ખાતે ધોરણ-૬ થી ૧રની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ધોરણ-૬ થી ૧૨ની કુલ ૮ ટીમે ભાગ લીધેલ જેમાં જુદા જુદા ૯ રાઉન્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબર ધોરણ-૭ ની બ્લેક પેન્થર્સ, દ્વિતીય નંબર પર ધોરણ-૯( બહેનો) ક્વીઝ માસ્ટર અને તૃતીય નંબર પર ધોરણ-૧૦ (ભાઈઓ)ની ચાણક્ય એ નંબર પ્રાપ્ત કરેલા સાથે જ વિદ્યાર્થી અને શિક્ષકોમા એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સંસ્થાના આદ્યસ્થાપક પૂ. બાપુસ્વામી, સહદેવ ભગત, શાળાના ડીરેક્ટર શ્રી ડો.ચુડાસમા રઘુવીરસિંહ સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી ચુડાસમા રામદેવસિંહ સાહેબએ શાળા પરિવાર વતી દરેક બાળકોને અભિનંદન પાઠવેલ અને યોગ્ય માર્ગદર્શન આપેલ અને સાથે શાળામાં આનંદિત માહોલ જોવા મળેલ હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.