અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે પોતાની કાર પર લાલ-વાદળી લાઇટો અને સાયરન લગાડીને નકલી અધિકારી હોવાનો ડોળ કરતા યુવકને પકડી પાડ્યો હતો. - At This Time

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે પોતાની કાર પર લાલ-વાદળી લાઇટો અને સાયરન લગાડીને નકલી અધિકારી હોવાનો ડોળ કરતા યુવકને પકડી પાડ્યો હતો.


અમદાવાદ નાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક એવાં યુવકને પોલીસે પકડ્યો હતો જે પોતાની કાર પર પોલીસ ની ગાડી ની જેમ જ લાલ -વાદળી કલરની લાઈટ, પોલીસ સાઈરન‌ અને બેક ગ્લાસ પર‌ હિન્દી ભાષામાં ભારત સરકારનું સ્ટિકર લગાવીને ફરતો હતો.આ યુવકે એમટેક નો અભ્યાસ કરેલો છે અને તેને આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સાથે ફોટો પડાવવાનો અને ઓળખતો હોવાનો રોફ મારવાની ટેવ હતી. આ યુવક લોકો એનાથી પ્રભાવિત થાય એટલા માટે પોલીસ જેવી લાઈટ અને સાઈરન લગાવી રોફ જમાવતો હતો.

પોલીસે તેને રોક્યો ત્યારે પણ તેણે પોતાની ઓળખાણ ગૃહવિભાગ નાં અધિકારી તરીકે આપી હતી.યુવક મૂળ કોલકત્તા નો છે અને તેણે તેનું નામ સૌરીન બોસ જણાવ્યું હતું, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.હાલ તો પોલીસે આ યુવક ની ધરપકડ કરી ગાડી કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેણે ખોટી રીતે એક અધિકારી બની કેટલા કૌભાંડો આચર્યા છે એ પોલીસ દ્વારા પુછપરછ બાદ જાણવા મળશે.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર, અમદાવાદ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.