એટીએફના ભાવમાં સૌથી મોટો ૧૨ ટકાનો ઘટાડો ઃ કોમર્શિયલ એલપીજી રૃ. ૩૬ સસ્તુ થયું - At This Time

એટીએફના ભાવમાં સૌથી મોટો ૧૨ ટકાનો ઘટાડો ઃ કોમર્શિયલ એલપીજી રૃ. ૩૬ સસ્તુ થયું


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧જેટ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ૧૨
ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને
કારણે એટીએફ (વિમાન ઇંધણ)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારની ઓઇલ માર્કેટિંગ ઓઇલ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન
અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં કિલોલીટર દીઠ
રૃ. ૧૬,૨૩૨.૩૬ રૃપિયા
એટલે કે ૧૧.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક કિલોલીટર એટીએફનો
ભાવ ઘટીને ૧,૨૧,૯૧૫.૫૭ રૃપિયા થઇ
ગયો છે. એટીએફના ભાવમાં કરાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો
છે. આ અગાઉ ૧૬ જુલાઇના રોજ એટીએફના ભાવમાં કીલોલીટર દીઠ રૃ. ૩૦૮૪.૯૪ રૃપિયા (૨.૨
ટકા)નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સાથે જ હોટેલ,
રેસ્ટોરન્ટ અને અન્ય બિઝનેસ એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિીયલ
એલપીજીના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં ૩૬ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે
જ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૯૭૬.૫૦ રૃપિયા થઇ
ગયો છે. મેથી અત્યાર સુધીમાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં ચોથી વખત
ભાવ ઘટાડવામાં આવ્યા છે. જો કે ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર
કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૫૩
રૃપિયા છે. ઉલ્લેખનીય છે કે એટીએફના ભાવ દર મહિનાની પ્રથમ અને ૧૬મી
તારીખે બદલવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિનાની
પહેલી તારીખે ફેરફાર કવામાં આવે છે. વિશ્વના પ્રમુખ અર્થતંત્રોમાં મંદીના ભયે આંતરરાષ્ટ્રીય
બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો જાવા મળ્યો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને
૧૦૩.૬૦ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. જે એક સપ્તાહ અગાઉ ૧૧૦ ડોલરની સપાટીએ હતો. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.