જુલાઇમાં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ ગયા વર્ષના જુલાઇ કરતા ૨૮ ટકા વધારે - At This Time

જુલાઇમાં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ ગયા વર્ષના જુલાઇ કરતા ૨૮ ટકા વધારે


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧જુલાઇ,
૨૦૨૨માં જીએટી ક્લેકશન ૧.૪૯ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા સમાન ગાળાની સરખામણીમાં
૨૮ ટકા વધારે છે તેમ  કેન્દ્ર સરકારે એક
નિવેદનમાં જણાવ્યું છે. સરકારે જણાવ્યું છે કે આર્થિક રિકવરી અને ટેક્સ ચોરી
અટકાવવા લેવાયેલા પગલાઓને કારણે જીએસટી કલેકશનમાં વધારો થયો છે. જુલાઇ,
૨૦૨૨નું ક્લેકશન જ્યારેથી જીએસટી પ્રણાલી અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર
સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. આ અગાઉ એપ્રિલ, ૨૦૨૨માં જીએસટી
ક્લેકશન ૧.૬૮ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. કેન્દ્ર સરકારે ે જણાવ્યું છે કે જુલાઇમાં કુલ જીએેસટી
કલેક્શન ૧,૪૮,૯૯૫  કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના જુલાઇ
મહિનાના ક્લેક્શન કરતા ૨૮  ટકા વધારે છે. કેન્દ્ર સરકારે ે એક નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે
જીએસટી પ્રણાલી અમલમાં આવી ત્યારથી છઠ્ઠી વખત જીએસટી ક્લેકશન ૧.૪૦ લાખ કરોડ
રૃપિયાથી વધારે રહ્યું છે. માર્ચ,
૨૦૨૨થી સળંગ પાંચમા મહિના જીએસટી ક્લેક્શન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે
રહ્યું છે.જુલાઇમાં ૧,૪૮,૯૯૫ લાખ કરોડ
રૃપિયાના જીએસટી કલેક્શન પૈકી સેન્ટ્રલ જીએસટી ૨૫,૭૫૧ કરોડ રૃપિયા,
સ્ટેટ જીએસટી ૩૨,૮૦૭ કરોડ
રૃપિયા, ઇન્ટેગ્રેટેડ
જીએસટી ૭૯,૫૧૮ કરોડ
રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં જીએસટી એક જુલાઇ, ૨૦૧૭થી અમલમાં
મૂકવામાં આવ્યો હતો.  .બીજી તરફ જૂન,
૨૦૨૨માં કુલ ૭.૪૫ કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે.  મે,
૨૦૨૨માં ૭.૩૬ કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં.     

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.