ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસના અંતે સમાપ્ત ઃ ઓક્ટો. સુધીમાં ફાઇવ-જી શરૃ થશેc - At This Time

ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસના અંતે સમાપ્ત ઃ ઓક્ટો. સુધીમાં ફાઇવ-જી શરૃ થશેc


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસના અંતે સમાપ્ત થઇ છે.
સાત દિવસ અને ૪૦ રાઉન્ડના અંતે ફાઇવ-જી સ્પેકટ્રમની હરાજીમાં કેન્દ્ર સરકારને રૃ.
૧,૫૦,૧૭૩ કરોડ
રૃપિયાની કમાણી થઇ છે. છેલ્લા દિવસે વધુ ૪૩ કરોડ રૃપિયાની બોલી લગાવવામાં આવી
હતી.સરકારના અંદાજ કરતા હરાજી દ્વારા વધુ રકમ પ્રાપ્ત થઇ છે. ફાઇવ-જી સ્પેક્ટ્રમની
હરાજીમાં ચાર ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો,
ભારતી એરટેલ, વોડાફોન
આઇડિયા અને પ્રથમ વાર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ અદાણી ડેટા નેટવર્ક્સને ભાગ લીધો
હતો.૨૦૧૦થી અત્યાર સુધીમાં સાત વખત સ્પેક્ટ્રમની હરાજી કરવામાં
આવી છે. ૨૦૧૫માં કરાયેલી સ્પેક્ટ્રમની હરાજીથી કેન્દ્ર સરકારને ૧,૧૩,૯૩૨ કરોડ
રૃપિયાની આવક થઇ છે. ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં મુકેશ અંબાણીએ સૌથી વધુ રકમની
બોલી લગાવી છે.ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર રિલાયન્સ
જીયોએ ૮૮૦૭૮ કરોડ રૃપિયાની બોલીની સાથે હરાજીમાં વેચાયેલા કુલ સ્પેક્ટ્રમ પૈકી ૫૦
ટકા હિસ્સો ખરીદી લીધો છે. અદાણી જૂથે ૨૧૨ કરોડ રૃપિયામાં ૪૦૦ મેગાહર્ટ્ઝ
સ્પેક્ટ્રમની ખરીદી કરી છે.અદાણી જૂથે ૨૬ મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમની ખરીદી કરી
છે. આ પબ્લિક નેટવર્ક નથી.  જિયોએ ૭૦૦
મેગાહર્ટ્ઝ સહિતના વિવિધ બેન્ડમાં સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. ૭૦૦ મેગાહર્ટ્ઝ  ૬ થી ૧૦ કિલોમીટરની સિગ્નલ રેન્જ ધરાવે છે અને
દેશમાં તમામ ૨૨ સર્કલમૈાં ફાઇવ-જી સારો બેઝ બનાવે છે. જો ૭૦૦ મેગાહર્ટ્ઝનો ઉપયોગ
કરવામાં આવે તો એક જ ટાવર અનેક વિસ્તારોને કવર કરી શકે છે. ટેલિકોેમ ટાયકૂન સુનિલ ભારતી મિત્તલની ભારતી એરટેલે ૪૩,૦૮૪ કરોડ
રૃપિયામાં વિવિધ બેન્ડમાં ૧૯,૮૬૭
મેગાહર્ટ્ઝની ખરીદી કરી છે. વોડાફોન આઇડિયાએ ૧૮,૭૮૪ કરોડ રૃપિયાના સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે કુલ ૧,૫૦,૧૭૩ કરોડ
રૃપિયાની બોલીઓ પ્રાપ્ત થઇ છે. સરકાર ૧૦ બેન્ડમાં કુલ ૭૨,૦૯૮ મેગાહર્ટ્ઝના
વેચાણની ઓફર કરી હતી. જેમાંથી ૫૧,૨૩૬
મેગાહર્ટ્ઝનું વેચાણ થયું છે. એટલે કે ૭૧ ટકા મેગાહર્ટ્ઝનું વેચાણ થયું છે. તેમણે
જણાવ્યું હતું કે ફાઇવ-જી સેવા ઓક્ટોબર સુધી શરૃ થાય તેવી શક્યતા છે. ચાલુ વર્ષે ફાઇવ-જીની હરાજીથી થયેલ આવક ગયા વર્ષે ફોર-જીની
હરાજીથી થયેલ આવક રૃ. ૭૭,૮૧૫ કરોડ
રૃપિયાથી ડબલ અને ૨૦૧૦માં થયેલ થ્રી-જીની હરાજીથી થયેલ આવક ૫૦,૯૬૮.૩૭ કરોડ
રૃપિયાથી ત્રણ ગણી છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.