જસદણ વિછીયા પંથકમાં પાણીના ભાવે શાકભાજી ની હરાજી થતા ખેડૂતોમાં નારાજગી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/atcb9ccm3pfmh2bg/" left="-10"]

જસદણ વિછીયા પંથકમાં પાણીના ભાવે શાકભાજી ની હરાજી થતા ખેડૂતોમાં નારાજગી


જસદણ વિછીયા પંથકમાં પાણીના ભાવે શાકભાજી ની હરાજી થતા ખેડૂતોમાં નારાજગી

ગુજરાત સરકાર હાલ જ્યારે તમામ વસ્તુમાં જીએસટી અને ટેક્સમાં વધારો કરી રહી છે ત્યારે જસદણ વિછીયા પંથકના ખેડૂત પુત્ર હાલ શાકભાજીના વાવેતર કરી રહ્યા છે જેમાં જેના શાકભાજીના ભાવ પાણીના ભાવે શાકભાજી વેચાય છે અને ખેડૂતોને પોતાની ખેતી અને મહેનત પ્રમાણે પૂરતા દામ મળતા નથી અને ખેડૂતો જ્યારે હરાજીમાં જતા હોય છે ત્યારે રીંગણી નો ભાવ એક કિલોએ 10 રૂપિયામાં વેચાય છે અને તે જ રીંગણી માર્કેટમાં 40 થી 60 રૂપિયા સુધીમાં એક કિલોએ વેચાય છે ત્યારે જસદણ પંથકના ખેડૂત નહીં પણ તમામ ગુજરાતના ખેડૂત પુત્રો આ પાણીના ભાવે પોતાની વાડીમાં વાવેલ પાકના વેચાણ ભાવથી મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે અમે જે શાકભાજી કે કઠોળ વાવેતર કરી રહ્યા છીએ તેનું અમોને પૂરતું દામ અથવા ભાવ મળે તેવી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને ભારતમાં ચાલતા તમામ બિઝનેસ ખેડૂતોને આધીન ચાલી રહ્યા છે જ્યારે ખેડૂતોને જ પોતાના વાવેતરના પાકના ભાવ પૂરા ના મળે ખેડૂતો શું કરે ? આવા ભાવ થી ખેડૂતોનું શોષણ થાય છે, ખેડૂતો પાયમાલ બની જાય છે ત્યારે ખેડૂતો ખેતીમાંથી નિવૃતિ જાહેર કરે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતમાં ચાલતા તમામ વ્યવસાય ઉપર જેની અસર દેખાય છે.

જાગૃત ખેડૂત કલ્પેશભાઈ ચોહલીયા મીડિયાની સામે આપ્યું નિવેદન

Report Rasik visavaliya And Nikunj Chauhan 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]