વિસાવદર યાર્ડ ના ચેરમેન વિનુ હપાણીની અરજી રદ કરતા નિર્દોષ ખેડૂતોને ન્યાય મળવાની સંભાવનાઓ - At This Time

વિસાવદર યાર્ડ ના ચેરમેન વિનુ હપાણીની અરજી રદ કરતા નિર્દોષ ખેડૂતોને ન્યાય મળવાની સંભાવનાઓ


વિનુ હપાણીની અરજી રદ કરતા નિર્દોષ ખેડૂતોને ન્યાય મળવાની સંભાવનાઓન્યાયતંત્રમાં ફરી એક નવો વિશ્વાસ જન્મ્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કેરાજસ્થાનથી મગફળી ખરીદી ગુજરાતમાં વેચવાના કરોડોના કૌભાંડોમાં જેની સંડોવણી હોવાનું દેખાય રહેલ છે તેવા વિનુ હપાણીને આખરે ઝટકો લાગ્યો કે હાઈકોર્ટ તેની ફરીયાદ રદની અરજી ફગાવી દીધી.પણ આટલા વર્ષોમાં વારંવાર આ મુદ્દા પર ચાલતી અડીખમ લડતના લડવૈયા મુકેશ રીબડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે કોઈ પક્ષની વિચારધારાથી વિરૂદ્ધ નથી.પણ જગતતાતના વિશ્વાસઘાતી એવા આ શખ્સે જે રીતે ગરીબ અને અભણ ખેડૂતોને કોટૅના ધકકાઓ ખવડાવી અધમૂઆ અને સતત વ્યગ્રતાભરી માનસિક સ્થિતિમાં મૂકી દીધા હતા.પૈસાના જોરે સતાને ખોખલી બનાવી અને ફરી પોતે યાડૅના ચેરમેન બની જાય એ લોકશાહીની સૌથી મોટી કમનસીબી ગણી શકાય.અસરગ્રસ્ત ખેડુતો પ્રત્યે ખાલી સહાનુભૂતિ શબ્દોમાં જ હોય એવું દર્શાવી કેટલાક કૌભાંડીઓ સર્વાનુમતે આવા કૌભાંડોના મહારાજને પોતાના પ્રતિનિધી તરીકે સ્વીકાર કરે એ ઉપરથી એમ લાગે છે કે સમગ્ર સિસ્ટમ જ સડેલી છે કેમ કે આ નેતાઓએ જેમ્સમા કરેલા કૌભાંડો હમણાં બહાર આવશે ત્યારે ખબર પડી જશે કે ગરીબ માણસો રાજનીતિને પકડી જનતા ના પૈસાથી કેવી રીતે જાહોજલાલી વાળા બની જાય છે.કોટૅના આ ચૂકાદાથી એ સાબિત થાય છે કે નિર્દોષ ખેડૂતોને હજુ ન્યાય મળવાની સંભાવનાઓ છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.