ઉપલેટામાં નવરાત્રિના તહેવાર સમયે ફરી એકવાર તસ્કરોએ અગાઉની ઢબે તરખાટ મચાવતાં લોકોમાં ફેલાયો ભય - At This Time

ઉપલેટામાં નવરાત્રિના તહેવાર સમયે ફરી એકવાર તસ્કરોએ અગાઉની ઢબે તરખાટ મચાવતાં લોકોમાં ફેલાયો ભય


અગાઉની જેમ ફરીવાર તસ્કરોએ બાઈક અને મકાનને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું

સુરક્ષાને લઈને લોકોમાં વધુ ભય તેમજ પોલીસ પ્રત્યે રોષ વધ્યો હોવાનું સામે આવ્યું

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ઓક્ટોમ્બર ૨૦૨૩, ઉપલેટામાં નવરાત્રિના તહેવારમાં તસ્કરોએ અગાઉની દિવસોમાં જેમ ચોરીની ઘટનાઓ બની છે તેમ અગાઉના દિવસોની જેમ ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને લોકોમાં વધુ ભય ફેલાવ્યો છે. હાલ નવરાત્રિના તહેવારના સમયમાં તસ્કરો બેફામ બનતા લોકો ચિંતિત બન્યા છે અને સાથે જ તસ્કરોએ અગાઉનો જેમ ઘર તેમજ વાહનને પોતાનો નિશાન બનાવી સ્થાનિક પોલીસને ખુલ્લી પડકાર ફેંકી છે જેથી ઉપલેટામાં હાલ લોકોમાં શુરક્ષાને લઈને ભારે ભય તેમજ પોલીસની કામગીરી સામે વધુ નારાઝગી જોવા મળી રહી છે.

ઉપલેટામાં થોડા સમય પૂર્વે તસ્કરો દ્વારા ગ્રાહક મકાનમાં તેમજ વાહનની તસ્કરી કરવામાં આવી હતી જે બાદ ફરીવાર અગાઉની ઢબે તસ્કરીના બનેલ આ બનાવમાં ઉપલેટા શહેરની વી.પી. ઘેટીયા સ્કૂલ સામે આવેલ માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં રહેણાંક મકાનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું છે અને એક દિવસ માટે બહાર ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી રોકડ રકમની તસ્કરી કરી ઘરમાં વેર વિખેર કરી નાખ્યું હોવાનું પરિવારે જણાવ્યું છે અને આ સાથે જ તસ્કરો દ્વારા નજીકમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ માંથી પણ બે વાહનોની ચોરી કરી હોવાનું પણ વાહન માલિકોએ જણાયું છે.

ઉપલેટામાં તસ્કરોની બેફામ બનવાની આવી ઘટનાઓના કારણે અગાઉ પણ લોકોમાં ભય ફેલાયો હતો ત્યારે અગાઉની થયેલ તસ્કરીમાં કોઈ પકડાયું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે ત્યારે ફરી એક વખત ઉપલેટામાં અગાઉની ઢાબે થયેલ ચોરીની ઘટનાને લઈને લોકોનો ભારે ભય વધ્યો છે અને શુરક્ષા અને કડક કાર્યવાહીની બણગા સામે રોષ ભભૂક્યો છે. જો કે તસ્કરીની ઘટના બાદ ભોગ બનનારાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે આ મામલે શું કાર્યવાહી થાય છે તેને લઈને રોષે ભરાયેલ લોકો પોલીસની કામગીરીઓ અને શુરક્ષાઓ પર સવાલો ઉભા કરી રહી છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.