સુરત પાલિકાના શેલ્ટર હોમમાં રહેતા બાળકોને અક્ષર જ્ઞાન આપવાનો પ્રયાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/an-attempt-to-impart-literacy-to-children-living-in-shelter-homes-of-surat-municipality/" left="-10"]

સુરત પાલિકાના શેલ્ટર હોમમાં રહેતા બાળકોને અક્ષર જ્ઞાન આપવાનો પ્રયાસ


- વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે મળી શેલ્ટર હોમમાં રહેતા બાળકોને ટ્યુશન આપવા સાથે મહિલાઓની સમસ્યા માટે પણ કામગીરી થઈસુરત, તા. 07 ઓગસ્ટ 2022 રવિવારસુરત મ્યુનિ.ના ગોરાટ ખાતે બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં રહેતા વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન મળે તે માટે પાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓને સાથે રાખીને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓને લગતી સમસ્યા માટે મહિલાઓની સંસ્થાઓ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મ્યુનિ.ના વિવિધ શેલ્ટર હોમમાં રહેતા બાળકો અને મહિલાઓને  લગતી મુશ્કેલી નિવારવા માટે પાલિકા  વિવિધ.એન.જી.ઓ.ની મદદ લઈ રહી છે. મ્યુનિ.ના ગોરાટ શેલ્ટર હોમમાં અન્ય સાથે સાથે  કેટલાક બાળકો પણ રહે છે. આ બાળકોને અજ્ઞર જ્ઞાન આપવા માટે પાલિકા તંત્ર કવાયત કરી રહી છે. જેના કારણે પાલિકાએ વિસ્તારના બાળકો માટે કામ કરે છે. સેવાભાવી સંસ્થા સાથે સંકલન કરીને આજથી ટ્યુશન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. વિવિધ ઉંમરના બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત શેલ્ટર હોમમાં જે મહિલાઓ રહે છે. તેમની સમસ્યા નિવારવા માટે મહિલા સંસ્થાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. સંસ્થાએ મહિલા સંસ્થાએ શેલ્ટર માં રહેતી મહિલાઓને શેલ્ટર હોમની સ્વચ્છતા અને નિયમોનું પાલન કરાવવા માટે ચર્ચા કરી માહિતી આપવામા આવી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]