'રાષ્ટ્રધ્વજ પર કેટલો જીએસટી ચૂકવવો પડશે': અખિલેશ યાદવનો સવાલ - At This Time

‘રાષ્ટ્રધ્વજ પર કેટલો જીએસટી ચૂકવવો પડશે’: અખિલેશ યાદવનો સવાલ


નવી દિલ્હી, તા. 07 ઓગસ્ટ 2022 રવિવારસમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જીએસટીને મુદ્દે કેન્દ્ર સરકારને સવાલ કર્યા છે. સપા પ્રમુખે ટ્વીટ કરતા લખ્યુ- ભાજપ જણાવે રાષ્ટ્રધ્વજ પર કેટલો જીએસટી આપવો પડશે. સમાજવાદી પાર્ટી મીડિયાના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં લખ્યુ છે, તિરંગા પર જનતા અને વિપક્ષને જ્ઞાન આપનાર ભાજપ નેતા પોતે આપણા મહાન રાષ્ટ્રધ્વજનુ સન્માન કરવાનુ જાણતુ નથી, આ તે ભાજપના નકારા લોકો છે જે હનુમાન ચાલીસા, રાષ્ટ્રગાન સહિત તમામ મુદ્દે દુનિયાની ટીકા કરે છે પરંતુ પોતાને ઓળખતા નથી. માત્ર દલાલ અને નકામી ભાજપ. આ ટ્વીટની સાથે પણ એક ન્યુઝ પેપરનુ કટિંગ શેર કરવામાં આવ્યુ છે. જેમાં લખ્યુ છે મુઝફ્ફરનગરમાં ભાજપના જિલ્લાધ્યક્ષ વિજય શુક્લાએ ઊંધો તિરંગો કરીને ફોટો પડાવ્યો.સમાજવાદી પાર્ટીના ડિજિટલ મીડિયા કોઓર્ડિનેટર મનીષ જગન અગ્રવાલે ટ્વીટ કરતા ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે લખ્યુ, દેશની સંપત્તિ ખાનગી હાથમાં વેચનારી ભાજપ સરકારમાં ભાજપ દ્વારા તિરંગાને વેચવો કોઈ આશ્ચર્યજનક વાત નથી, આ ભાજપ હંમેશા ધર્મ, રાષ્ટ્રભાવના, દેશની સંપત્તિ, ધાર્મિક ભાવનાઓ, રાષ્ટ્રવાદને વેચતી જ આવી છે અને બધુ વેચી વેચીને જ સત્તા મેળવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.