ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી - At This Time

ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી


ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી હતી.

બાળકોએ ભારતની આન, બાન, શાનનું પ્રતિક એવાં તિરંગો બનાવવાં સાથે રાષ્ટ્ર ભક્તિના મૂલ્યોનું જ્ઞાન પણ મેળવ્યું હતું.

સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવનાર ઘર તિરંગાની ઉજવણીને વધુ એક ડગલું આગળ લઈ જતાં બાળકો ન માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવે પરંતુ તેને બનાવવા અંગેની તાલીમ પણ મેળવે અને જાતે તિરંગો બનાવીને ફરકાવે તેવાં શુભ આશય સાથે શિશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણીનું સંવર્ધન થાય તેવાં શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે સંસ્થાના કાર્યકરશ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા તિરંગા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણીના સૌજન્યથી ચાલતી ૧૪૬ અને ૧૪૭ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિદ્યાર્થીઓએ તિરંગો બનાવવાની આ તાલીમ મેળવી હતી.

રક્ષાબંધનનો તહેવાર પણ નજીકમાં છે ત્યારે બાળકોએ રાખડી બનાવવા અંગેની પણ તાલીમ આ શિબિરમાં આપવામાં આવી હતી.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon