રાજકોટમાં પતિ ચારિત્ર્ય બાબતે શંકા કરતો, પત્નીએ જુગાર રમવાની ના પાડતા છરી ઝીંકી દીધી

રાજકોટમાં પતિ ચારિત્ર્ય બાબતે શંકા કરતો, પત્નીએ જુગાર રમવાની ના પાડતા છરી ઝીંકી દીધી


સમગ્ર મામલે પીડીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

શ્રાવણ માસની શરૂઆત થાય એટલે પતાપ્રેમીઓ જુગાર રમવા નીકળી પડતા હોય છે અને આ જુગાર રમવા ની લતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના યુનિવર્સીટી રોડ પર શ્રીજીદર્શન એપાર્ટમેન્ટમા ૨હેતી પરિણીતાએ તેમના પતિને જુગા૨ ૨મવા જવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈને છરી ઝીંકી દેતા પરીણીતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા અને તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. અને પતિ અવા૨નવા૨ ત્રાસ આપતો હોવાનુ જાણવા મળતા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »