વીંછિયામાં નલ સે જલ યોજના માટે શોભાના ગાંઠિયા સમાન : મુકેશ રાજપરા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ahaianlnidenxeso/" left="-10"]

વીંછિયામાં નલ સે જલ યોજના માટે શોભાના ગાંઠિયા સમાન : મુકેશ રાજપરા


વીંછિયામાં નલ સે જલ યોજના માટે શોભાના ગાંઠિયા સમાન : મુકેશ રાજપરા

વિંછીયા શહેરમાં ઉનાળાની શરૂ થતા ની સાથે જ 20 થી 25 દિવસે પીવા માટે પાણી મળે છે એક તો પાણી ટાઈમ સર મળતું નથી અને વિછીયા ની અંદર તમામ પ્રકારના નાના-મોટા ટાંકાઓ લીકેજ છે નળ પણ લીકેજ છે તેમ છતાં પંચાયતના અધિકારીઓ નિંદરમાં છે ત્યારે રાજ ગ્રુપ સર્વજ્ઞાતની સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે વીંછિયાની અંદર નિયમિત પીવા માટે પાણી આપવામાં આવે અન્યથા આંદોલનનો માર્ગ અપનાવો પડશે જેથી જે વિસ્તારની અંદર ડંકી પાણીના ટાંકા પાણીના કુવા મોટર ડાર રીપેરીંગ કરવાના હોય તે યુદ્ધના ધોરણે રીપેરીંગ કરવામાં આવે અને લોકોને પીવા માટે પૂરું પાણી આપવામાં આવે એવું રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા ની માંગ છે વિંછીયા ની અંદર કરોડો રૂપિયાના ખર્ચે નલ સેજલ યોજનાની પાઇપલાઇન અને મોટા મોટા ટાકા બનાવવામાં આવેલ છે પરંતુ આ નલ સે જલ યોજના મારફતે તેમજ આ ભૂગર્ભ ટાકા તેમજ ટાંકીઓ માત્રને માત્ર શોભાના ગાંઠીયા સમાન છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે જ્યારે પાણી આપે ત્યારે ક્યાંક ને ક્યાંક લીકેજ થાય પાઇપ તૂટી જાય એવું ખૂબ નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેથી કરી વિંછીયાના અનેક વિસ્તારોની અંદર નલ સેજલ યોજના દ્વારા લોકોને ક્યારેય પીવા માટે પાણી મળેલ નથી એવું ગામના લોકો દ્વારા કહેવામાં આવેલ છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]