આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા આજરોજ બોટાદની કવિ બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ત્રીજા આયુષ મેળાનું આયોજન કરાયું - At This Time

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા આજરોજ બોટાદની કવિ બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ત્રીજા આયુષ મેળાનું આયોજન કરાયું


આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા આજરોજ બોટાદની કવિ બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ત્રીજા આયુષ મેળાનું આયોજન કરાયું

સ્વસ્થ અને નિરોગી રહેવા ઘરગથ્થુ ઉપાયો તેમજ આયુર્વેદ થકી સારવારનું અનેરૂં મહત્વ: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી

ગુજરાત કક્ષાએ યોગસ્પર્ધામાં પ્રદર્શન કરી ચૂકેલા જનાર્દનભાઈ શેઠ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અન્વયે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા આજરોજ બોટાદની કવિ બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ત્રીજા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ આ તકે જણાવ્યું હતું કે, “સ્વસ્થ અને નિરોગી રહેવા ઘરગથ્થુ ઉપાયો તેમજ આયુર્વેદ થકી સારવારનું અનેરૂં મહત્વ છે. આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર પદ્ધતિ આપણાં દેશની પ્રાચીનત્તમ સારવાર પદ્ધતિ છે અને આજે પણ તેની જરૂરિયાત અકબંધ છે.” કાર્યક્રમમાં વૈધશ્રી આનંદભાઈ ઠાકર દ્વારા આયુષ વિભાગ તથા તેના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ શ્રી કૃપાબેન દોન્ગા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત કક્ષાએ યોગસ્પર્ધામાં પ્રદર્શન કરી ચૂકેલા શ્રી જનાર્દનભાઈ શેઠ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આયુષમેળામાં ઉકાળા વિતરણ, યોગ નિર્દશન, આયુર્વેદ અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન તથા ઔષધિય રોપા પ્રદર્શન સહિતના ઉપક્રમો યોજવામાં આવ્યા હતાં. આયુષ મેળામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘીરૂભાઈ બાવળીયા, આરોગ્ય સમિતિના ચેરમેન સંગીતાબેન ગાબાણી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon