વડનગર માં ટાઉનહોલ ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એનીમિયા રોગ નાબૂદ કરવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/afrb9adldurc0jwc/" left="-10"]

વડનગર માં ટાઉનહોલ ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એનીમિયા રોગ નાબૂદ કરવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર માં ટાઉનહોલ ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એનીમિયા રોગ નાબૂદ કરવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો

મહેસાણા જિલ્લાના ચાર તાલુકા ના પ્રાથમિક શાળા ના શિક્ષકો પ્રિન્સિપાલ અને બાળકો હાજર રહ્યા હતા

વડનગર ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એનીમિયા (પાડુંરોગ) મુક્ત માટે ક્રાયૅક્રમ યોજાઈ ગયો

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું ચાર તાલુકા વડનગર ,વિજાપુર,ખેરાલુ,સતાલસણા ના દરેક પ્રાથમિક શાળા ના શિક્ષકો તથા શિક્ષિકાઓ તથા બાળકો ને વડનગર ખાતે ટાઉનહોલ મહેસાણા આરોગ્ય વિભાગ તંત્ર દ્વારા (MAA-CARE PROGRAMME) એનીમિયા (પાડુંરોગ) ને અટકાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ ના અધિકારી મહેશભાઈ કાપડીયા આ અેનીમિયા રોગ વિશે ખૂબ જ મહત્ત્વની ચર્ચા કરી હતી. તેની સાથે એનીમિયા મહેસાણા જિલ્લા માં વધુ પ્રમાણમાં છે. તેથી ભારત સરકાર ઓરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લા માં આ "મા"કેર પ્રોગ્રામ એનીમિયા (પાંડુરોગ) ની વિશે પહેલ કરવામાં આવી છે. તેમાં ચાર તાલુકા ના પ્રાથમિક વિભાગ ના શિક્ષકો અને શિક્ષિકાઓ વિસ્તૃત માહિતી આપી કે જેમાં મહિલાને લોહીની ઉણપ ઓછી હોવાથી મહિલાઓ પ્રસૂતિ એટલે સગર્ભા ( ડિલિવરી) વખતે મહેસાણા જિલ્લા માં મહિલાઓ ના મૃત્યુ નો આંકડો વધારે છે. તેના કયાં કારણોસર મૃત્યુ નો આંકડો વધારે હોવાથી ભારત સરકાર અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ ને ચિંતા ના વિષય પર આ એનીમિયા ( પાંડુરોગ) થી મહિલાઓ, બાળકોઓ, બાલિકાઓ આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લાના ઓરોગ્ય વિભાગ પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી( D.D.O) ઓમપ્રકાશ કહ્યું હતું કે વ ચાર તાલુકા ઓના દરેક પ્રાથમિક શાળા શિક્ષકોઓ-શિક્ષિકાઓ બાળકો ને આ રોગ થતો અટકાવવા માટે દર મહિને તથા દર ત્રણ મહિને શાળા માં આરોગ્ય વિભાગ ટીમ જઈ ને હિમોગ્લોબિન, જેવા કયા રોગ નીઉણપો છે. તેની તપાસ હાથ ધરવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓને કયાં વિટામિન જરૂરીયાત તે પ્રમાણે તેને દવા પણ આપવામાં આવશે. વધુમાં ડી. ડી. ઓ સાહેબ જણાવ્યું હતું મહેસાણા જિલ્લામાં દરેક માનવી નું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે આહ્વાન કર્યું હતું કે મારા જિલ્લા ના ગામ, તાલુકા, જિલ્લા, રાજય, દેશ, દરેક નું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે મારા અર્થાક પ્રયત્ન રહે છે. અને દરેક શિક્ષક-શિક્ષકોઓને પણ કહ્યું હતું કે સાથે મળીને એનીમિયા જેવા રોગથી બચવા કરીશું અને આરોગ્ય તંદુરસ્ત રાખી શું. આ તો કહેવાય છે શરીર નિરોગી એટલે પરમ પિતા પરમેશ્વર ની સુખી શાંતિ નો અનુભવ છે. આ વા આરોગ્ય ને લગતા ક્રાયૅક્રમ કરવા નું પાછળ ઉપદેશ દરેક નું સ્વાસ્થ્ય સારું રહે. પણ મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ ના અધિકારી મહેશભાઈ કાપડીયા તથા તેમની ટીમ પણ તથા વડનગર આરોગ્ય વિભાગ ટીમ પણ સતત ચિંતા કરી રહ્યા છે. તેથી હિમોગ્લોબિન તથા વિટામિન ની ઉણપ વાળા માનવી ને કઠોળ, શાકભાજી દૂધ વગેરે વિટામિન મળી રહી તેવા ખોરાક પર ભાર મુક્યો હતો. ખાસ કરીને મહિલાઓ નું હિમોગ્લોબિન (લોહી) નું પ્રમાણ ઓછું હોય તે ડીલેવરી નુ પ્રસુતિ વખતે મૃત્યુ પામ્યા છે. તેથી આ માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એનીમિયા (પાંડુરોગ) માટે વધતા અટકવા માટે વડનગર ખાતે ક્રાયૅક્રમ યોજાઈ ગયો
માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી ની અધ્યક્ષતા મા માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી,એપેડેમીક અધિકારીશ્રી,ક્વોલિટી મેડિકલ ઓફિસરશ્રી ના માર્ગદર્શન હેઠળ આરબીઍસકે નોડલ મેહસાણા તથા જીલ્લા આરોગ્ય શાખાની ટીમ મારફતે આજ રોજ વડનગર ટાઉન હોલ ખાતે વડનગર,વિજાપુર તાલુકા સવારના સેશનમા તથા ખેરાલુ સતલાસણા તાલુકા બપોર ના સેશનમા તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, ફેન્ડલી શિક્ષક, અને સ્કૂલ મોનિટર નુ MAA-CARE અંતર્ગત 10 થી 19 વર્ષ સુધીની કિશોરીઓમા હીમોગ્લોબીનની તપાસ તથા પાડુરૉગ શુ છે ,પાંડુરોગ થવાના કારણો અને તેના કારણથી ઉદભવતી તકલીફો અને પાંડુરોગ નિવારવા/અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપતા વર્કશોપનુ આયોજના કરવામા આવેલ જેમા માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન પણ આપવામા આવ્યુ. આજના વર્કશોપ ને સફળ કરવામા જીલ્લાના હાજર તમામ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓનો તાલુકા આરોગ્ય પરિવાર વડનગર વતી ખુબ ખુબ આભાર માનુ છુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]