શહેરા- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનું વિતરણ - At This Time

શહેરા- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનું વિતરણ


શહેરા

પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ મંજુરીપત્ર વિતરણ કાર્યક્રમ નગરપાલિકા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનુ વિતરણ કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બની છે. જેમા આવાસ યોજના માટે નાણાકિય સહાય પુરી પાડવામા આવે છે.શહેરા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારમાં પણ આ રીતે વસતા લોકોને આ યોજના હેઠળ આવાસ યોજના પુરી પાડવામા આવી છે, જેના લઈને શહેરાનગર પાલિકાલોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામા તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા આ આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરીપત્રનું વિતરણ કરવામા આવ્યુ હતુ. શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીત સિંહ માટીએડાએ જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં 1972 પૈકી 432 લાભાર્થીઓને મંજુરી પત્રક આપવામા આવ્યા છે. તેમને વધુ જણાવ્યુ હતુ કે 6 મહિનામા કામ પુરુ કરશો તો તમને પ્રોત્સાહિત રકમ આપવામા આવશે, આપણા તાલુકામાં 100 જેટલા લાભાર્થીઓને આપણે પ્રોત્સાહિત રકમ આપી ચુકયા છે.સૌચાલય માટે અલગથી નાણા આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
મો ,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.