આઠ વર્ષના પુત્રને ચીડવતા શખ્સને ઠપકો આપતા નખ કટરથી હુમલો કર્યો - At This Time

આઠ વર્ષના પુત્રને ચીડવતા શખ્સને ઠપકો આપતા નખ કટરથી હુમલો કર્યો


રૈયા ટેલિફોન એકસચેન્જ, સોમનાથ સોસાયટીમાં આવેલ સુપર હેર સલૂન ખાતે આઠ વર્ષના પુત્રને ચીડવતા શખ્સને ઠપકો આપતા અજય ઉર્ફે હાર્દિક ઉર્ફે બીટ્ટુએ નખ કટરથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત નિશાંત મારુને સારવારમાં ખસેડવા આવેલ હતો.
બનાવની વિગત મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા નિશાંત ચીમનભાઈ મારુ(ઉ.વ.35, સોમનાથ સોસાયટી શેરી નં.3)એ જણાવ્યું હતું કે, પોતે કડીયાકામ કરે છે. સંતાનમાં જય મારુ નામનો 8 વર્ષનો પુત્ર છે. ગત સાંજે છ વાગ્યા આસપાસ તે અને તેનો પુત્ર અહીં સોમનાથ સોસાયટીમાં આવેલ સુપર હેર સલૂન નામની દુકાને હતા.
ત્યારે અજય ઉર્ફે હાર્દિક ઉર્ફે બીટ્ટુ ત્યાં આવી દીકરા જય મારુને કહ્યું કે, તારી મા ભાગી ગઈ છે, તેના છૂટાછેડા થઈ ગયા છે. તેમ કહી ચીડવતા, નિશાંતે તેમ ન કહેવાનું કહેતા, અજયે ઉશ્કેરાઈ ઝઘડો કરી નિશાંતને પડખામાં નખ કટરનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે આ અંગે નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.