મહીસાગર જિલ્લા મહિલા મોરચા દ્વારા ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ જોરાપુરા હાઇસ્કુલ ખાતે યોજાયો - At This Time

મહીસાગર જિલ્લા મહિલા મોરચા દ્વારા ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ જોરાપુરા હાઇસ્કુલ ખાતે યોજાયો


માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા મહિલા મોરચા દ્વારા ઉપપ્રમુખ શ્રી જયાબેન યુ.ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ સરસ્વતી હાઇસ્કુલ ,જોરાપુરા ખાતે યોજવામાં આવ્યો. જેમાં 100 જેટલી દીકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું તથા ટેબ્લેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે બક્ષિપંચ મોરચા પ્રમુખ કાળુસિંહ જે.સોલંકી,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જેઠાભાઇ વણકર, બક્ષીપંચ પ્રદેશ આમંત્રિત સભ્ય અજમેલસિંહ પરમાર,કિસાન મોરચા પ્રમુખ દિનેશભાઇ પટેલ,યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા,આચાર્ય શ્રી પંકજભાઈ પટેલ, મંડળ પ્રમુખશ્રી જસુભાઈ પટેલ, ડૉ. રોનક પટેલ, ડો.દક્ષેશભાઈ પટેલ તથા મેડિકલ સ્ટાફ,સ્કૂલ ના તમામ સ્ટાફ ના સહયોગથી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.