માદરે વતન આવેલા બે આર્મીમેન દ્વારા પોતાનાં ગામમાં ફ્રીમાં *અગ્નીવિર* ટ્રેનિંગ કેમ્પ........... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cvo1voip1mtrbtny/" left="-10"]

માદરે વતન આવેલા બે આર્મીમેન દ્વારા પોતાનાં ગામમાં ફ્રીમાં *અગ્નીવિર* ટ્રેનિંગ કેમ્પ………..


જ્યારે આખા ગુજરાતમાં દરેક વિભાગનાં સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો અને હડતાલ કરી રહ્યા હોય, ત્યારે ઉડી ને આંખે વળગે એવું એક આર્મીમેન દ્વારા પોતાના માદરે વાતન આવી બધા લોકોને એક પ્રેરણા મળે એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે.....

વાત એમ છે કે, રાજકોટ જિલ્લાનાં, વિંછીયા તાલુકામાં આવેલ એક નાના એવા મારા ગુંદાળા(જસ) ગામના આર્મીમાં ફરજ બજાવતાં *મહેશભાઈ જોગરજીયા* અને *ભકાભાઈ કટેશિયા* પોતાની ધગશ અને જોશ-જુસ્સા સાથે પોતાના ગામના અને આજુબાજુના વિસ્તારનાનાં નવયુવાનોને અગ્નીવિર ભરતી માટે શારીરિક કસોટી ની પરીક્ષા સરળ રીતે પાસ કરી શકે તે માટે વિનામૂલ્યે ટ્રેનિંગ આપી રહ્યા છે .

સાહેબ સાચે આ એક ગર્વની વાત કહેવાય ,
વિચાર તો કરો ,
જે વ્યક્તિ પોતાના પરિવારથી દૂર રહી આપડા દેશની રક્ષા કરવા માટે આર્મીમાં ફરજ બજાવતો હોય,
એ પોતાના પરિવારને મળવા માટે જ્યારે માદરે વતન આવ્યા હોય, ત્યારે પણ એ આવનારા ભવિષ્યમાં દેશની રક્ષા કરવા માટે નવયુવાનોને શારીરિક ટ્રેનિંગ આપી દેશ માટે તૈયાર કરી રહ્યા છે...

આખા દેશમાં જ્યારે અગ્નીવિર પ્રોજેક્ટના વિરોધની જુવાળ પ્રસરી રહી છે ત્યારે આ નવયુવાનો દ્વારા કરવામાં આવેલ આ અનોખા પ્રયાસની જસદણ - વિંછીયા અને ગુજરાત ભર માં વાહ વહ થઈ રહી છે ......

હાલ 30 થી 40 જેટલા આજુબાજુ ગામના યુવાનો ગુંદાળા (જસ) ગામની 23 વીઘાનું વિશાળ ગ્રાઉન્ડ ધરાવતી પ્રાથમિક શાળામાં દરરોજ વેહલી સવારે 5 વાગ્યે આવી આ અગ્નિવિર ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.

હજુ પણ આજુબાજુ વિસ્તારનાં કોઈ ઈચ્છુક મિત્રોને આ કેમ્પમાં જોડાવવાની ઈચ્છા હોય તો જોડાઈ શકે છે ..આ બાબતે વધુ માહિતી માટે મહેશભાઈ જોગરાજીયા નો કોન્ટેક્ટ કરવો..
મો.+916353359499(Mahesh Bhai )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]