ગરબાડા ના પાટાડુંગરી નજીક 407 ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો;અકસ્માત બાદ ટેમ્પો માં આગ લાગી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a6ereueilz2fcehv/" left="-10"]

ગરબાડા ના પાટાડુંગરી નજીક 407 ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જ્યો;અકસ્માત બાદ ટેમ્પો માં આગ લાગી.


ગરબાડા તાલુકાના પાટાડુંગરી નજીક રોડ ઉપર 407 ટેમ્પા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચવાડા તરફથી 407 ટેમ્પો પાટાડુંગરી તરફ જઈ રહ્યો હતો.તે સમયે પાટાડુંગરી ડેમથી થોડે દૂર આગળ જતાં બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ટેમ્પો ડીવાઈડર તોડી બાઈક સાથે રોડ ની નીચે ખાડા માં ઉતરી ગયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ 407 ટેમ્પો માં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી હતી આ બાબતની જાણ ગરબાડા પોલીસ ને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દાહોદ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ફાયર બ્રિગેડ ના જવાનો ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારબાદ જેસીબી મારફતે ટેમ્પો ને બાહર કાઢવામાં આવ્યો હતો આ અકસ્માતની ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]