વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો - At This Time

વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ, પાવીજેતપુરની બી.એડ કૉલેજના તાલીમાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો


રિપોર્ટ નિમેષ‌ સોની,ડભોઈ

વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત બી.એડ કૉલેજ પાવી જેતપુરમાં અભ્યાસ કરતાં સેમેસ્ટર - ૨ ના તાલીમાર્થીઓ માટે તા.૧૨/૧૨/૨૦૨૨ થી તા. ૧૬/૧૨/૨૦૨૨ સુધી એકમ પાઠ દ્રારા પ્રત્યક્ષ શિક્ષણ તાલીમ માટે આયોજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેથી આવનાર સમય માટે વર્ગખંડના પ્રત્યક્ષ શિક્ષણ દ્રારા સારા અને સફળ શિક્ષકો તૈયાર કરી શકાય તેવાં હેતુથી આ કાર્યક્રમ અંતર્ગત તમામ તાલીમાર્થીઓના ચાર ગ્રુપ પાડી ચાર સ્કૂલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ગ્રુપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેસાવહી, દ્રિતીય ગ્રુપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ડુંગરવાટ, તૃતીય ગ્રુપમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલ, શીથોલ, ચતુર્થ ગૃપમાં શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, પાવી જેતપુર શાળાની પસંદગી કરવામાં આવી હતી. તમામ સ્કૂલમાં તાલીમાર્થીઓ દ્વારા ધોરણ ૯ - માં એકમ પાઠ આપવામાં આવ્યા હતાં. તેની સાથે બ્લ્યુ પ્રિન્ટ બનાવી કસોટી લેવામાં આવી હતી. સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ શાળામાં ગ્રુપ ઇન્ચાર્જ શ્રીઓ હાજર રહી તાલીમાર્થીઓના લેસન પાઠ ચેક કરી તેઓને તે માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને તાલીમાર્થીઓને શિક્ષણના સાંપ્રત પ્રવાહોથી માહીતગાર કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમ્યાન તાલીમાર્થીઓને તમામ જરૂરી સૂચનો શિક્ષકો દ્રારા આપવામાં આવ્યા હતા. આ તમામ તાલીમ કામગીરીમાં કોલેજનાં આચાર્યશ્રી અને સ્ટાફગણ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.