પોરબંદરમાં અમર ગાયક મોહમ્મદ રફીને સ્વરાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં અમર ગાયક મોહમ્મદ રફીને સ્વરાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાશે


સુરખાબી નગર પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ ને વરેલી સંસ્થાઓ સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરથી ક્લચરલ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે તા . ૬ ઓગસ્ટ , શનિવારે રાતે ૮-૩૦ વાગે બિરલા હોલ , પોરબંદર ખાતે અમર ગાયક શ્રી મોહમ્મદ રફીને સ્વરાંજલી અર્પવા હમ યાદોં કે ફૂલ ચઢાયેં નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ માં પુણે મહારાષ્ટ્રના જાણીતા ગાયક વિનોદ સુર્વે ખાસ ઉપસ્થિત રહી અને પોતાના સુરીલા કંઠે મોહમ્મદ રફી ના યાદગાર ગીતો ની પ્રસ્તુતિ કરી સ્વરાંજલી અર્પણ કરશે.

પોરબંદરમાં અમર ગાયક મોહમ્મદ રફીને સ્વરાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાશે . સુરખાબી નગર પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ ને વરેલી સંસ્થાઓ સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરથી ક્લચરલ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે તા . ૬ ઓગસ્ટ , શનિવારે રાતે ૮-૩૦ વાગે બિરલા હોલ , પોરબંદર ખાતે અમર ગાયક શ્રી મોહમ્મદ રફીને સ્વરાંજલી અર્પવા હમ યાદોં કે ફૂલ ચઢાયેં નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ માં પુણે મહારાષ્ટ્રના જાણીતા ગાયક વિનોદ સુર્વે ખાસ ઉપસ્થિત રહી અને પોતાના સુરીલા કંઠે મોહમ્મદ રફી ના યાદગાર ગીતો ની પ્રસ્તુતિ કરી સ્વરાંજલી અર્પણ કરશે . તેમને યુગલ ગીતોમાં પોરબંદરની કોકિલ કંઠી ગાયિકા વિશ્રાન્તિ જોશી સુરીલો સાથ આપશે અને ઓસ્ટ્રા માં પોરબંદર ના નિલેશ ઓડેદરા , ચેતન ઓડેદરા , મીઠાપુરના સલીમ ખુભિયાં , ઇનાયત રાજકોટના ભાર્ગવ ઉમરાણીયા સંગત કરશે . સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન પોરબંદર ના મોહમદભાઈ ધડા કરશે અને ખુભિયાં અને સંકલન કમલ રાજપરા કરશે . આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી . રાણાવાવ , વેલજી પમા સિંધવ ચેરિટેબલ ટ્રસ્ટ , પોરબંદર , પોરબંદર કોમર્શિયલ કોપરેટીવ બેંક લી . , નીરજભાઈ મોનાણી અને મુકેશભાઈ કોટેચા નો સહયોગ પ્રાપ્ત થયો છે . આ કાર્યક્રમ માં નિયંત્રીતો ને પધારવા નું નિયંત્રણ સંસ્થા ના ફાઉન્ડર ચેરમેન કિરીટભાઈ રાજપરા , પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર , સેક્ટરી સુનિલભાઈ શુક્લ તેમજ સર્વે હોદારો અને સભ્યો એ પાઠવ્યું છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »