એન્કાઉન્ટર: એક જ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 9 ગણો અને આસામમાં 4 ગણો ઉછાળો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a-9-fold-jump-in-encounters-in-jammu-and-kashmir-and-4-fold-jump-in-assam-in-a-single-year/" left="-10"]

એન્કાઉન્ટર: એક જ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 9 ગણો અને આસામમાં 4 ગણો ઉછાળો


પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક જ વર્ષમાં વધીને 2,544અમદાવાદ, તા. 27 જુલાઈ 2022, બુધવારપોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરમાં વર્ષ 2021-22માં દેશમાં સૌથી મોટો ઉછાળો જમ્મુ અને કાશ્મીર અને પછી બીજા ક્રમે આસામમાં જોવા મળ્યો છે. લોકસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રના ગૃહ વિભાગે આપેલી વિગત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં આગલા વર્ષ કરતા નવ ગણો જયારે આસામમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. ગૃહ મંત્રાલય વચ્ચે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં દેશમાં 82 એન્કાઉન્ટર નોંધાયા હતા જયારે વર્ષ 2021-22માં 151 વ્યક્તિના એન્કાઉન્ટર થયા છે. લોકસભામાં આપેલી વિગત અનુસાર કાશ્મીરમાં એક જ વર્ષમાં એન્કાઉન્ટરની ઘટના પાંચથી વધી 45 થઇ ગઈ છે. વર્ષ 2020-21માં ઉત્તર પ્રદેશમાં 16 અને મધ્ય પ્રદેશમાં છ ઘટના સામે તે ઘટી 11 અને બે થઇ ગઈ છે. જોકે, આસામમાં એક જ વર્ષમાં પોલીસ એન્કાઉન્ટરની સંખ્યા ચારથી વધી 18 થઇ ગઈ છે. આ સિવાય, છતીસગઢમાં પોલીસ એન્કાઉન્ટરની સંખ્યા 24થી વધી 30, ઝારખંડમાં પાંચથી વધી નવ થઈ છે. બીજી તરફ પોલીસ કસ્ટડીમાં હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા કેસની સંખ્યા પણ વધી છે. વર્ષ 2020-21માં દેશમાં 1940 વ્યક્તિના કસ્ટડીમાં મૃત્યુ થયા હતા જે 2021-22માં વધી 2,544 થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં કસ્ટડીમાં વ્યક્તિના મૃત્યુનું પ્રમાણ 451 સામે વધી 501 થયું છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રમાણ 185 સામે વધી 257 થયું છે. બિહારમાં 159 સામે એક વર્ષમાં 237 અને મધ્ય પ્રદેશમાં 163 સામે 237 વ્યક્તિઓના કસ્ટડીમાં મૃત્યુ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]