અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ ના ઐતિહાસિક દિવસે વલસાડ મોગરાવાડી માં દિવાળી નો માહોલ. - At This Time

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ ના ઐતિહાસિક દિવસે વલસાડ મોગરાવાડી માં દિવાળી નો માહોલ.


૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એટલે એક એવો ઐતિહાસિક અને મહાન દિવસ હતો કે જેમાં માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે “ શ્રી રામ દિવાળી” તરીકે વિશ્વના સનાતન ધર્મના અનુયાયીઓ અને રામ ભક્તો દ્વારા ઉજવવામાં આવી હતી,

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ( અવધ ) અયોધ્યામાં બિરાજમાન થયા એ ક્ષણે જાણે સમગ્ર બ્રહ્માંડમાં રોશનીનો ઉત્સવ ઉજવાતો હોય એવી અનુભૂતિ થઈ હતી અને સમગ્ર દેશ અને દુનિયામાં ધાર્મિક આનંદ ભરેલું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું,

દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોગરાવાડી વિસ્તારમાં ઉજ્જવલ ભારત ન્યૂઝ , વિનોદ મિત્ર મંડળ, કરણી સેના ભારત સહિત અનેક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા આ ભગવાન શ્રી રામ ની દિવાળી ના કાર્યક્રમોમાં અંતઃકરણ અને શ્રધ્ધા પૂર્વક સાથ - સહકાર અને સહયોગ આપ્યો હતો,

આ શ્રી રામ ની દિવાળી ના કાર્યક્રમ ને સવાર અને સાંજ ના એમ બે ભાગ માં ઉજવવામાં આવ્યો હતો,

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મોગરાવાડીમાં સવાર ના કાર્યક્રમમાં મગોધના શાંતિ મંદિર ખાતેથી સંસ્કૃત મહાવિદ્યાલય ના ૧૫ થી વધુ વિદ્યાર્થીઓ (ઋષિ પુત્રો) દ્વારા શ્રી રામ ભગવાન ની આરતી બાદ મંત્રોચાર સાથે ૧૦૮ હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા અને ચાલીસા પાઠ બાદ સંસ્કૃત કોલેજના ઋષિ પુત્રો ને ખાસ આયોધ્યા મંદિર ના ફોટો ફ્રેંમ, હનુમાન ચાલીસા ની ચોપડી ભેટ સ્વરૂપે અર્પણ કરી સંતો મહંતો, ઋષિ પુત્રો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઋષિ પુત્રો ને દક્ષિણા અને ભેટ સાથે સવારના સુંદર કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી,

આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગે સવારના સમયે પૂજા વિધિ અને ૧૦૮ હનુમાન ચાલીસા ના પાઠ બાદ અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ ભક્તો માટે લાપસી, પૂરી,શક,દાળ, ભાત ના સામૂહિક મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું,

વલસાડમાં મોગરાવાડી ખાતે સાંજ ના સમયે સાંજના સંધ્યા મહાઆરતી ના સમયે ૫૧૦૦ દીપોત્સવ ના દીવાઓ પ્રગટાવી રામ ભક્તો માટે બૂંદીના લાડુ ની પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું, સંધ્યા આરતી અને પ્રસાદી વિતરણ બાદ રાત્રે સૌ રામ ભક્તો હર્ષોલ્લાસ સાથે ગરબા ના તાલે ઝૂમ્યા હતા,

વલસાડ મોગરાવાડી વિસ્તારના કાર સેવક
સ્વ.બચુભાઈ પટેલના ધર્મપત્ની ( વિધવા ) મનીષાબેન પટેલ ને આયોધ્યા મંદિર ના ફોટો ફ્રેંમ અને વાલ્મીકિ રામાયણની ચોપડી અર્પણ કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા,

સંધ્યા સમયે મહાઆરતીના દીપોત્સવના દ્રશ્યો નિહાળવા વિસ્તારમાં એક અલગ જ કુતૂહલ સર્જાયું હતું અને સૌ કોઈ એ આ આયોજનમાં નિસ્વાર્થ ભાવે સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી અને ઐતિહાસિક દિવસના ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.