તલોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એનસીસી કેડેટસ માટે ૧૮ એપ્રિલ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ હોઇ પ્રતિબંધિત હુકમો જાહેર* - At This Time

તલોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એનસીસી કેડેટસ માટે ૧૮ એપ્રિલ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ હોઇ પ્રતિબંધિત હુકમો જાહેર*


*તલોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એનસીસી કેડેટસ માટે ૧૮ એપ્રિલ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ હોઇ પ્રતિબંધિત હુકમો જાહેર*
*****
*ફાયરીંગ બટ વિસ્તારની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશ કરવો નહિં*
******************
સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તા. ૨૦ માર્ચ થી ૧૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી ૧૭.૦૦ કલાક સુધી એનસીસી કેડેટસ માટે રાયફલથી ફાયરીંગ પ્રેક્ટીસ માટેનું આયોજન કરેલ છે. આથી આ વિસ્તારમાં રાયફલથી ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગમચેતી પગલારૂપે ફાયરીંગ બટ વિસ્તારની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશ કરવો નહિં. તથા ઉકત વિસ્તારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો કે કરાવવો નહીં.તેમજ જાહેરનામાં બાબતે પોલીસ ખાતા દ્વારા આ જાહેરનામાથી સ્થાનિકો અવગત થઇ શકે તથા અકસ્માત નિવારી શકાય તે માટે પ્રચાર બોર્ડ મુકવા તથા ફાયરીંગના સમય દરમિયાન ચોકી/નાકાબંધી કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ઉકત કલમ-૧૩૫ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે,અને બિન અધિકૃત પ્રવેશથી જો કોઈ નુકશાન થશે તો કોઈ પણ પ્રકારના વળતરને પાત્ર રહેશે નહિ.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.