એકના એક પુત્રનું મોત:પડધરીના મોટા રામપરમાં હોસ્ટેલની છત પર સોલાર પેનલ ફાટી, ધો.8માં ભણતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું સારવાર દરમિયાન મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aiwxeph69zowsuxn/" left="-10"]

એકના એક પુત્રનું મોત:પડધરીના મોટા રામપરમાં હોસ્ટેલની છત પર સોલાર પેનલ ફાટી, ધો.8માં ભણતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું સારવાર દરમિયાન મોત


રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલમાં સોલારનો પાઈપ ફાટતાં રાજકોટના રેલનગરમાં રહેતા અને ધો.8ના વિદ્યાર્થી મિત પટેલ ગંભીર રીતે દાઝી ગયા બાદ સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝેલા અન્ય એક છાત્રને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મૃતક વિદ્યાર્થી ગુરૂકુળની હોસ્ટેલમાં રહેતો
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા મિત પંકજભાઈ કોટડિયા (ઉં.વ.13) પડધરીના મોટા રામપરમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળમાં ધો.8માં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ આવેલ ગુરૂકુળની હોસ્ટેલમાં રહેતો હતો.

14 માર્ચના રોજ ઘટના બની હતી
ગત 14 માર્ચના રોજ મિત અને તેની સાથે હોસ્ટેલમાં રહેતો ઓમ બુશા (ઉં.વ.12) બન્ને હોસ્ટેલની અગાશી પર હતા. ત્યારે ત્યાં ફીટ કરેલી સોલાર પેનલ અચાનક ફાટી હતી. જેમાં આગ લાગતા બન્ને બાળકો શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. બન્ને છાત્રોને સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ગઈકાલે સારવારમાં મિતે દમ તોડ્યો
સારવાર દરમિયાન મિતની તબિયત વધુ લથડતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ગઈકાલે મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી કાર્યવાહી કરી હતી.

મિત માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
મોટા રામપરામાં આવેલ ગુરૂકુળમાં સોલાર પેનલ ફાટતા દાઝેલા મિત કોટડીયાનું મોત નિપજ્યું હતું. મૃતક પરિવારનો એકનો એક પુત્ર હતો અને તેના પિતા મજૂરી કામ કરે છે. પુત્રના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી 9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]