ડભોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા પરિવાર દ્વારા ધુળેટી પર્વ અને મહિલા દિવસની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/89egvuh6hluw0qe1/" left="-10"]

ડભોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા પરિવાર દ્વારા ધુળેટી પર્વ અને મહિલા દિવસની ઉજવણી


રિપોર્ટ :- નિમેષ સોની,ડભોઈ

આજરોજ ડભોઈ નગરમાં લાટી બજાર ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાના પરિવાર દ્વારા શાખાના મેનેજરના માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહનથી ધુળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બેંકના ગ્રાહકો અને નગરના પ્રતિષ્ઠિત આગેવાનો આ ઉજવણીમાં સામેલ થયા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં બ્રાન્ચ મેનેજરના સંનિષ્ઠ પ્રયાસોથી આ શાખામાં પ્રથમવાર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંકનો તમામ સ્ટાફ, ગ્રાહક બેન્ક ગ્રાહકો અને નગરનાં પ્રતિષ્ઠિત આગેવાનો પ્રાકૃતિક રંગોથી ધુળેટી ખેલ્યા હતા. આમ, ખૂબ જ ધૂમધામથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
હાલનાં બેંક મેનેજર નિવેદિતા વિશ્વાસના પ્રયાસોથી આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે નગરમાં કાર્યરત, પગભર બની જીવન નિર્વાહ કરતાં, તેમજ બેંકના મહિલા ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ મહિલાઓ બેંકના સહકારથી પોતાનો ધંધો, વેપાર, રોજગારમાં આગળ વધે અને પોતાના જીવનમાં પગભર બની, સન્માનભેર પોતાનું જીવન પસાર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.
આમ, ડભોઇ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના સ્ટાફ દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી કરી ગ્રાહકો સાથે આત્મીયતા અને ઘનિષ્ઠ સંબંધો કેળવી બેન્કનો વ્યાપ અને વેપાર વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે.

9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]