એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદરમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સાથે ધુળેટીની ઉજવણી કરવામાંઆવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zfuc9fyxhmcauv2r/" left="-10"]

એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદરમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સાથે ધુળેટીની ઉજવણી કરવામાંઆવી


એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદરમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી

આજરોજ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કરવામાં આવી હતી.આ તકે જીલ્લા પંચાયત જુનાગઢ શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિરેન્દ્રભાઈ સાવલિયા તથા ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમારોહની શરૂઆત કરવામાં આવેલ. તેમજ શાળાના બાળકોએ તેમના વર્ષ દરમિયાનના અનુભવોને વર્ણવીને તેમની યાદો તાજી કરી હતી. તેમજ સાથોસાથ શાળા પરિવારવતી બાળકોને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ ઉમેશગેડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]