ખંપાળીયા ગામે કોલસાની ખાણો પર તંત્ર નાં દરોડા લાખો રૂપિયાની ખનીજચોરી ઝડપાઈ - At This Time

ખંપાળીયા ગામે કોલસાની ખાણો પર તંત્ર નાં દરોડા લાખો રૂપિયાની ખનીજચોરી ઝડપાઈ


*મુળી ના ખંપાળીયા ગામે લાખો રૂપિયાની ખનીજચોરી ઝડપાઈ*

*ખાણ ખનીજ વિભાગ અને મુળી પોલીસ ની સંયુક્ત કાર્યવાહી*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ માફીયાઓ દ્વારા બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આજે ખંપાળીયા ગામે ધમધમતી કોલસાની ખાણો પર દરોડો પાડવામાં આવતાં લાખો રૂપિયાની ખનીજચોરી ઝડપાઈ છે અને મશીનરી જપ્ત કરવામાં આવી છે ત્યારે ચરખી મશીન નંગ -૫ ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને કાર્બોસેલ ખનીજ જથ્થો ઝડપી કોલસાની ખાણો ની માપણી કરવામાં આવી હતી ત્યારે હજું પણ મુળી તાલુકાનાં ગામોમાં જેવાકે ખંપાળીયા સરલા દુધઈ ભેટ પલાસા ઉમરડા ખાખરાળા વગડીયા દેવપરા રાણીપાટ ગામોમાં કોલસાની ખાણો ધમધમે છે જે મોટાભાગે ગૌચર જમીન ખરાબાની જમીન વનવિભાગ ની જમીન માં ચાલું છે આ ખનિજ ખોદકામ માં રાજકીય આગેવાનો અધિકારીઓ સરપંચ વગેરે જોડાયેલા હોય છે અને હપ્તો લ‌ઈ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આ તમામ કોલસાની ખાણો ક્યારે બંધ થશે તે મોટો પ્રશ્ન છે આ કોલસાની ખાણો ઝડપાઈ છે પરંતુ આરોપી એકપણ ઝડપાતાં નથી ત્યારે ખાણ ખનીજ વિભાગ નાં અધિકારીઓ ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે આ ઝડપાયેલ કાર્બોસેલ ની ખાણો કુવા એક સ્થાનિક ભાજપ આગેવાન ની ભાગીદારી થી ચાલે છે તેઓ ની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તેવી લોકચર્ચા વહેતી થઇ હતી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.