સાયલા મોડલ સ્કૂલ ખાતે પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત એક દિવસની તાલીમ યોજાઈ - At This Time

સાયલા મોડલ સ્કૂલ ખાતે પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના ) અંતર્ગત એક દિવસની તાલીમ યોજાઈ


રાજ્યમાં દરેક ગામડાઓમાં સ્કૂલે જતા બાળકો માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી. જે યોજના અંતર્ગત સ્કૂલે આવતા બાળકોના પોષણ માટે શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવે છે. જે યોજના ને પી.એમ.પોષણ યોજના પણ કહે છે.
આ યોજના અંતર્ગત સાયલા ખાતે મોડલ સ્કૂલ માં સાયલા મામલતદાર એમ.પી.કટીરા ના અધ્યક્ષ સ્થાને તથા એમ.ડી.એમ મામલતદાર એસ.એમ. દેસાઈ તથા સુપરવાઈઝર રૂબીનાબેન દ્વારા દરેક ગામના પી.એમ.પોષણ. યોજના (મધ્યાહન ભોજન યોજના) સંચાલક, રસોઈયા, તથા મદદનીશને મેનુ મુજબ રસોઈ ની સ્વચ્છતા તથા જાળવણી ની વિસ્તૃત માહિતી તથા જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના તાલીમ માં મોટી સંખ્યામાં સંચાલકો, તથા રસોઈયા હાજર રહ્યા હતા. આવનાર દિવસોમાં બાળકોને વધુ પોષણ મળે એવા પ્રયત્નો કરવા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.