ડેડીયાપાડા થી આવેલ મહિલા ખેડૂતોએ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ની મુલાકાત લીધી - At This Time

ડેડીયાપાડા થી આવેલ મહિલા ખેડૂતોએ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ની મુલાકાત લીધી


ડેડીયાપાડા થી આવેલ મહિલા ખેડૂતોએ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ની મુલાકાત લીધી

તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ આયોજિત ખેડૂત દિન નિમિત્તે ડેડીયાપાડા થી આવેલ મહિલા ખેડૂતોએ આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલ ના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત ભરૂચની વેગવંતી કૃષિ મહાવિદ્યાલયના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગની મુલાકાત લઇ મશરૂમ અંગેની માહિતી લીધી. વિભાગના સહપ્રાધ્યાપક અને વડા ડો. ડી.એમ. પાઠક ના માર્ગદર્શન હેઠળ કાર્યરત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ના ભાગરૂપે મશરૂમના સ્પોનનું વિતરણ કરવામાં આવ્યું. આ મશરૂમના સ્પોનથી તેઓ મશરૂમની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી શકશે. વિભાગના મદદનીશ પ્રાધ્યાપકશ્રીઓ ડો. જે.આર. પંડ્યા અને ડો. આર આર વાઘુંડે દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.