ભવનાથ શિવમય; દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટયા: કાલે રવાડી દર્શન ‘બમ બમ ભોલે’ના નાદ સાથે દિગમ્બર સાધુઓના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયો - At This Time

ભવનાથ શિવમય; દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટયા: કાલે રવાડી દર્શન ‘બમ બમ ભોલે’ના નાદ સાથે દિગમ્બર સાધુઓના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયો


જુનાગઢ ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશાવરમાંથી લાખો ભાવીકો તળેટીમાં પાંચ દિવસ ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા આ પરંપરાગત મેળો મીની કુંભ મેળા સમાન ગણાય છે. ખાસ કરીને દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેેશ્વરો જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો યોગીઓ સહિતના સાધુ સંતો તેમજ નાગા બાવાઓથી ભવનાથ તળેટી આ મેળામાં આવી પહોંચે છે અને રાત દિવસ ધૂના ધખાવી બંમ બંમ ભોના નાદ સાથે વાતાવવરણ શીવમહી જોવા મળી રહ્યું છે.

કોરોના કાળના બે વર્ષ બાદ ફરી પરંપરાગત રીતે તેનો આ વર્ષે મેળો જોવા મળી રહ્યો છે. આવતીકાલે તા.18-2ને શનિવારના મહા શિવરાત્રીના રાત્રીના 12 કલાકે રવેડી સાથે જુદા જુદા અખાડાઓના મહંતો થાનાપતિઓ મહામંડલેશ્વરો પોત પોતાના નિશાન સાથે પાલખીયાત્રા ભવનાથના મુખ્ય રોડ રસ્તાઓમાં ફરી ભવનાથ મંહદિરે પરત આવી મૃગીકુંડમાં શાહી સ્નાન કરી ભવનાથ દાદાની પૂજા અર્ચન કરી બાદ ભવનાથનો મેળો પૂર્ણ કર્યાનું જાહેર કરાય છે.

મહા શિવરાત્રીના આ મેળામાં આવતીકાલે રાત્રીના નીકળતી રવેડીમાં નાગા સાધુનું સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ખાસ કરીને અંગ કશરતના દાવ તલવાર પટાબાજી ઉપરાંત નાગા સાધુઓ પોતાની ઈન્દ્રીવડે લાકડી બાંધી તેના પર અન્ય સાથીઓને માથે ચડાવી ટ્રક જીપ પોતાના અંગ સાથે બાંધીને ખેંચતા હોય તેવી અનેક હરકતો જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. આવતીકાલે બપોરના 12 કલાકથી રાત્રીના 12 કલાક સુધી લોકો રવેડીના દર્શન કરવા માટે રોડની બન્ને સાઈટમાં ભુખ્યા તરસ્યા બેસી રહે છે કારણ કે કોઈને કોઈ વેશમાં જટાજોગીઓના દર્શન થઈ જાય ખુદ ભગવાન શીવજી પણ આ મેળામાં પધારતા હોય તેવી માન્યતા છે.

ઉપરાંત અમર આત્માઓ રાજા ભરથરી અશ્વસ્થામા સહિતના પણ દીગજો જરૂર ભવનાથના મેળામાં કોઈને કોઈ સ્વરૂપે આવતા હોવાની માન્યતા છે. લોકોની સુરક્ષા અને જાણવણી માટે જુનાગઢ રેન્જના આઈજી મયંકસિહ ચાવડા એસપી રવિ તેજા વાસમશેટીના આદેશ મુજબ તેમજ પોતાની જાણ દેખરેખ સાથે તઓનો મેળામાં પડાવ રહેતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 ડીવાયએસપી 25 પીઆઈ 110 પીએસઆ, 1325થી વધુ પોલીસ અન્ય જીલ્લામાંથી બોલાવી લઈ ભવનાથ તળેટીમાં ઉતારી દેવામાં આવી છે. 728થી વધુ હોમગાર્ડ બે એસઆરપીની ટુકડીઓ ને રાઉન્ડ કલોક તૈનાત કરી દેવામાં આવી છે.

હજુ આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી તેમજ રાત્રીના નવ કલાકે રવેડી શરૂ થશે તેના દર્શન માટે સતત માનવ મહેરામણ ભવનાથ તળેટીમં ઠલવાય રહ્યો છે. માનવ કીડીયારુ ભરાઈ જવા પામ્યું છે. ભારે ભીડના કારણે વાહનોની પ્રવેશબંધી આજ રાતથી કરવામાં આવે તેવી સ્થિતિનું જોવા મળી રહી છે. ટુ વીલરો પણ પ્રવેશ કરવા આજે મુશ્કેલ બની રહ્યું છે મીની બસો ઓટો રીક્ષાને પ્રવેશ જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામેના પાર્કીંગ સુધી જ જવા દેવામાં આવી રહ્યા છે.

પાર્કીંગની વ્યવસ્થા
અધિક કલેકટર બાંભણીયાએ મેળામાં ટ્રાફીકની વ્યવસ્તા માટે વાહનોની પાર્કીંગ વ્યવસ્થા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય જેમાં દરેક પ્રકારના વાહનો માટે નીચલા દાતારની ખુલ્લી જગ્યા ટુ વીલર માટે જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે ભવનાથ પ્રાઈવેટ વાહનો પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે ભાગમંદભાઈ (કાળુભાઈ) મહાસાગર વાળાની વાડીમાં, શશીકાંતભાઈ દવેની વાડી મજેવડીથી ભરડાવાવ રોડ, જીલ્લા જેલની વાડી, આ દારૂખાનાની ખુલ્લી જગ્યા, એડવોકેટ દિપેન્દ્ર યાદવની વાડી, અશોક બાગ, આંબાવાડી અને મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ પાર્કિંગ કરી શકાશે. આ જાહેરનામું આવતીકાલ તા.18 સુધી અમલમાં રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.