બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૦મી બેઠક યોજાઇ - At This Time

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૦મી બેઠક યોજાઇ


બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૦મી બેઠક યોજાઇ

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે જોઇન્ટ પ્રોગ્રામ ડાયરેક્ટર,બી.આઇ.એસ.એલ.ડી, ગુજરાત, જયંતી.આર.મોરીના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી.અધ્યક્ષસ્થાને જયંતી.આર.મોરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૦૨૩ નો પાક સંરક્ષણ વિષયનો પ્રગતિ અહેવાલ ૨૦૨૩-૨૪ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો .

લલિત પાટિલ,વિષય નિષ્ણાત (જમીન વિજ્ઞાન), દેવેન્દ્ન. જે.મોદી વિષય નિષ્ણાત (બાગાયત ), ડી.એસ.શિનકર વિષય નિષ્ણાત (પશુપાલન), હર્ષદ. એમ. વસાવા વિષય નિષ્ણાત (વિસ્તરણ), ટી.જી.ભલાણી (ફાર્મ મેનેજર), એસ.આર.ગોંમકાલે (પ્રોગ્રામ આસિસ્ટન્ટ) દ્વારા પ્રગતિ અહેવાલ તેમજ આયોજન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જયંતી.આર.મોરીએ દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ તેમણે ઉપયોગી સલાહ સૂચન આપ્યા હતા. ડૉ .નિતિન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કેવીકે ભરુચ દ્વારા ચાલતી વિવિધ ખેતીલક્ષી પ્રવૃતીઓથી પ્રભાવીત થયા હતા અને કેવીકેના ફાર્મ ખાતે વિવિધ નિદર્શન એક્મોની મુલાકાત કરી પ્રશંશા કરી હતી.

ખેડૂત પ્રતિનિધિ મનીશભાઇ મથુર અને વસાવા પુનીયાભાઇ દ્વારા જણાવવામાં આવ્યુ કે કેવીકેમાં આપવામાં આવતી પ્રાકૃતિક ખેતી તાલીમ થકી સારુ માર્ગદર્શન અને માહીતી મળે છે. અંબાબેન મુકેશભાઇ મળતી સલાહ તથા માર્ગદર્શન માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સર્વે મહેમાનોને મિટિંગમાં ઉપસ્થિત રહી કેવીકેની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો .

આ પ્રસંગે ડૉ .એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક ,નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, પી.આર.માંડાણી, જીલ્લા ખેતીવાડી અધીકારી, ભરુચ, પી.એસ.રાંક,ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર,(વિસ્તરણ),ભરુચ, ડૉ. કે.વી. વડોદરીયા, સહ સંસોધન વૈજ્ઞાનિક,પ્રાદેશિક કપાસ સંસોધન કેંન્દ્ર,ભરુચ, એ.આઇ.પઠાણ, પ્રોજેકટ ડાયરેક્ટર, આત્મા, ડૉ. એ.ડી.રાજ, સહપ્રાધ્યાપક,એગ્રીકલ્ચર કોલેજ ભરુચ, ડૉ.જે.જે.પટેલ, સહપ્રાધ્યાપક, એગ્રીકલ્ચર કોલેજ ભરુચ,અનંત વર્ધમાન, ડી.ડી.એમ,નાબાર્ડ,ભરુચ, ડૉ. સંતોષ એમ,ક્ષેત્રિય ઘાસચારા સંસોધન કેંદ્ર, ધામરોડ, મહિપાલ સિંહ ગોહીલ, આર.એફ.ઓ, વાલીયા, રાજેંન્દ્ર, પટેલ, એરીયા મેનેજર, આગાખાન,સંસ્થા, નેત્રંગ, પી.એસ. ગામીત, ખેતીવાડી અધિકારી,નેત્રંગ, જગદીશ બલદાણીયા, બાગાયત અધિકારી, નેત્રંગ, ડૉ પી.આર. વસાવા,પશુપાલન અધીકારી, યોગેશ ડી. પવાર, વિસ્તરણ અધિકારી, નેત્રંગ, તેમજ પ્રગતીશિલ ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.