સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૩* - *ગીર સોમનાથમાં સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કરાવ્યો પ્રારંભ* - At This Time

સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૩* ———- *ગીર સોમનાથમાં સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કરાવ્યો પ્રારંભ*


*સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૩*
----------
*ગીર સોમનાથમાં સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કરાવ્યો પ્રારંભ*
----------
*સ્થાનિક શ્રમીકોને મળશે રોજગારી, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ થશે લાભ*
----------
*ગીર સોમનાથ, તા.૧૭:* રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચે એવા શુભ હેતુને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે જળસંચય અભિયાનનો ફેબ્રુઆરી-૨૦૨૩થી જ પ્રારંભ કર્યો છે. આ સમગ્ર અભિયાન ૩૧મી મે ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યમાં વેગવંતુ બનશે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે કલેક્ટર શ્રી આર.જી.ગોહીલે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે કલેક્ટરશ્રીએ આ અભિયાન અંતર્ગત પાણીને અમૂલ્ય ગણાવતા ઉપસ્થિત તમામ લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવા સૂચન સહિત આ અભિયાનમાં સર્વની જનભાગીદારી થાય અને પાણી બચાવીને દરેક વ્યક્તિ પોતાનું અમૂલ્ય યોગદાન આપે એવી અપીલ પણ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વાય.ડી.શ્રીવાસ્તવે આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં જળસંચયનો વ્યાપ વધારવો તેમજ ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા ઉપરાંત સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવી તેમજ પાણીનો બગાડ ઘટાડવો છે તેવું જણાવી ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે.
આ અભિયાન દરમિયાન આ તળાવ મનરેગા યોજના અંતર્ગત ગામના જ સ્થાનિક ૭૦થી વધુ બિન કુશળ શ્રમીકો દ્વારા કામ કરી ઊંડુ ઉતારવામાં આવશે. જે કામની અંદાજીત રકમ ૬,૭૨,૩૦૯ રૂ. છે. આ કામ દ્વારા કુલ ૧૫૦૦ CUM (ઘન મીટર) માટી કાઢવામાં આવશે અને તળાવ ઊંડું કરવામાં આવશે તેમજ ટોટલ લેબર ખર્ચ ૬,૩૪,૬૧૬/-રૂ. થશે. આ કામમાં કુલ ૨૬૫૫ માનવ દિવસો થશે અને શ્રમિકોનું એક દિવસનું માનવ વેતન વધારેમા વધારે ૨૩૯ રૂ. ચુકવવામાં આવશે.  તળાવ ઊંડુ થવાથી અને ચોમાસા દરમિયાન આજુબાજુનાં નદીનું પૂરનું પાણી આ તળાવમાં સંગ્રહ થશે. જેથી આજુબાજુના આશરે ૫ હેક્ટરનાં ખેડુતોને ઉનાળા દરમિયાન સિંચાઇ માટે પાણીની તંગી દુર થશે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમાર, સુત્રાપાડા તાલુકા પ્રમુખશ્રી સવિતાબેન પરમાર, નોડલ અધિકારી અને કાર્યપાલક ઈજનેરશ્રી એ.પી.કલસરિયા સાહેબ, કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત સિંચાઇ વિભાગ એસ.એલ.રાઠોડ, અને સરપંચશ્રી સહિત ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon