સંતરામપુર એસ.ટી ડેપો ના ઓનલાઇન રીઝરવેશન કાઉન્ટર બે શિફ્ટ માં કામ કરશે... - At This Time

સંતરામપુર એસ.ટી ડેપો ના ઓનલાઇન રીઝરવેશન કાઉન્ટર બે શિફ્ટ માં કામ કરશે…


સંતરામપુર એસ.ટી ડેપો ખાતે આજ થી મુસાફરો ની સગવડમા વધારો કરવાના પ્રયાસરૂપે તેમજ બસમાં છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માટે બસમાં શીટ ન મળવાના કારણે મુસાફરો ને મુસાફરી દરમિયાન પડતી અગવડતા ને ધ્યાન માં રાખી ને ઓનલાઈન રિઝર્વેશન કાઉન્ટર સવારે ૦૫/૦૦ વાગ્યા થી શરુ કરી રાત્રીના ૧૦/૦૦ વાગ્યા સુધી સતત ખુલ્લું રાખી મુસાફરો ને રિઝર્વેશન કરી પોતાની મનપસંદ શીટ મેળવી આપી પ્રવાસ ને આનંદપ્રદ બનાવવા પ્રયાસ કરાયેલ છે..જે અંતર્ગત તમામ મુસાફરોને ઓનલાઇન રીઝરવેશન કાઉન્ટર પર થી પોતાની ટિકીટ બુક કરાવી પોતાની મુસાફરી કરવા ડેપો મેનેજર એ જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.