સાબરકાંઠા.... ઉત્તરપ્રદેશના યોગી સરકાર ના મનરેગા વિભાગ ના ડેપ્યુટી કમિશ્નર વડાલી તાલુકા ના મુલાકાતે.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wimppuqnkbwlohsn/" left="-10"]

સાબરકાંઠા…. ઉત્તરપ્રદેશના યોગી સરકાર ના મનરેગા વિભાગ ના ડેપ્યુટી કમિશ્નર વડાલી તાલુકા ના મુલાકાતે….


ઉત્તરપ્રદેશ યોગી સરકારના મનરેગા વિભાગના ડેપ્યુટી કમિશ્નર હરિશચન્દ્ર સાહેબે આજ રોજ વડાલી તાલુકાના ભંડવાલ. માલપુર ગામે મુલાકાત કરી જેમની સાથે આસિસ્ટન્ટ એન્જીનીયર કમિશ્નર રૂરલ ડેવલોપમેન્ટ ગાંધીનગર સન્ની પટેલ સાહેબ, ડી ડી પી સી સાહેબ મનરેગા DRDA હિંમતનગર કિરીટભાઈ ગોસાઈ સાહેબ તેમજ વડાલી તાલુકા પંચાયત ના APO સાહેબશ્રી નવીનભાઈ સુતરિયા,આસિસ્ટન્ટ વર્કસ મેનેજરશ્રી મનરેગા વડાલી નિરજભાઈ થલોટિયા પણ મુલાકાતે આવ્યા હતા જેમાં ભારત સરકાર દ્વારા ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કેવી રીતે કામ થાય છે અને એની કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવી ઉત્તરપ્રદેશમાં પણ આવી રીતે મનરેગા યોજનામાં સીસી રોડ ના કામ થઈ શકે અને લોકોને રોજગારી આપી શકાય અને ઉત્તરપ્રદેશ ના ગામડાઓને પણ લાભ થાય અને સરકારશ્રી ની યોજના ખરેખર સાર્થક થાય એવા હેતુ થી ગ્રામ પંચાયત માં સી સી રોડ ના ચાલુ કામમાં વિઝીટ કરી હતી અને મનરેગા લેબર અને ગ્રામજનો સાથે રોજગારી વિશે વાર્તાલાપ કર્યો હતો અને આ યોજના હેઠળ ગ્રામ પંચાયત કેવી રીતે કામ કરે છે એના વિશે મુલાકાત લેનાર ગામડા ના સરપંચશ્રી ઓ દ્વારા વિસ્તૃત રીતે હરિશ્ચંદ્ર સાહેબશ્રી જોડે વાતચીત કરી હતી....

રિપોર્ટર. અલ્પેશ પટેલ.વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]