પડધરીઃ રાહદારી સાથે બાઈક અથડાતા ચાલકનું મોત - At This Time

પડધરીઃ રાહદારી સાથે બાઈક અથડાતા ચાલકનું મોત


પડધરી તાલુકાના દહીસરડા ગામ નજીક રાહદારી સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજતા ગરાસીયા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

વધુ વિગત મુજબ પડધરી તાલુકાના દહીસરડા ગામે રહેતા ગોવિંદભાઈ રાઘવજી પટેલ માનતા કરીને પરત ચાલીને ગામે આવી રહ્યા હતા ત્યારે મોડીસાંજે પુરપાટ ઝડપે આવતા જી.જે.૩ એમ.જે. ૯૦૨૬ નંબરનાં ચાલકે પાછળથી ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ પોલીસે ઘવાયેલા વૃધ્ધની ફરિયાદ પરથી બાઈક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.