મેંદરડા તાલુકા પટેલ સમાજ દ્વારા શ્રી ખોડીયાર માતાજી ના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વ ભવ્યાતાથી ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા તાલુકા પટેલ સમાજ દ્વારા શ્રી ખોડીયાર માતાજી ના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વ ભવ્યાતાથી ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા પટેલ સમાજ દ્વારા ખોડીયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં પટેલ સમાજ સહિત અન્ય સમાજના લોકો આગેવાનો જોડાયા હતા

શોભાયાત્રા જુનાગઢ બાયપાસ પર આવેલ સરદાર પટેલ પાર્ટી પ્લોટ ખાતેથી શરુ કરી પટેલ સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવેલ

ખોડીયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી જેમાં પટેલ સમાજ ના વિવિધ સંગઠનો જોડાયા જેમા ખોડલધામ સમિતિ,શ્રી સરદાર પટેલ સેવા દળ,ખોડલધામ યુવા સમિતિ,ખોડલધામ મહિલા સમિતિ,લેઉવા પટેલ યુવક મંડળ,શ્રી લેઉવા પટેલ યુવા સંગઠન અને દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શોભાયાત્રા મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થયેલ દરમ્યાન શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ને ફૂલહાર કરી
જય સરદાર જય ખોડલ સહીતના વિવિધ નારાઓ લગાવામા આવેલ અને રાસ ગરબા સહીત ના ગીતો પર ડી.જે ના તાલે લોકો નાચી ઉઠ્યાં આખું શહેર ખોડલમય બની ગયી

મેંદરડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રા પટેલ સમાજ ખાતે પહોંચી ત્યારબાદ ખોડીયાર માતાજીની મહાઆરતી યોજાઇ હતી આરતી પૂર્ણ કરી લોકોએ મહાપ્રસાદ લીધેલ હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.