વડોદરા અને અમદાવાદના ચિત્રકારો દ્વારા તૈયાર કરેલા ચિત્રોનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનનું આયોજન. - At This Time

વડોદરા અને અમદાવાદના ચિત્રકારો દ્વારા તૈયાર કરેલા ચિત્રોનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનનું આયોજન.


કલાનગરી વડોદરાના આંગણે વડોદરા તેમજ અમદાવાદના સાત જેટલા ચિત્રકારો દ્વારા તૈયાર કરેલા ચિત્રોનો પ્રદર્શન આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં કરવામાં આવ્યું છે . ` મેરાકી ' શીર્ષક હેઠળ તારીખ 27 થી 29 જાન્યુઆરી સુધી ચિત્રકારો દ્વારા તૈયાર કરેલા ચિત્રોના પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા પ્રેમીઓ આકૃતિ આર્ટ ગેલરી ખાતે આવી રહ્યા છે . કલાનગરી વડોદરાના આંગણે મોટી સંખ્યામાં કલાકારો દ્વારા પોતાની કલાકૃતિઓનો પ્રદર્શન યોજવામાં આવે છે . જેમાં ખાસ કરીને ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવા પેઇન્ટિંગનું પ્રદર્શન વડોદરામાં અનેકવાર યોજાયું છે જેમાં તારીખ 27 થી 29 જાન્યુઆરી સુધી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે વડોદરાના ચાર અને અમદાવાદના ત્રણ ચિત્ર કલાકારો દ્વારા વિવિધતા ભર્યા ચિત્રો તૈયાર કરી તેનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે . મંજાલપુર પ્રમા મંકોડી અને નીતિ બૂચ દ્વારા આયોજિત આ અનોખા આર્ટ શોમાં તેમના ઉપરાંત માલતી ગાયકવાડ , ડો . પંકજ માલુકર , વિપુલ ગુલાટી , રમેશ જોશી અને દર્શીની માલૂકરની ઉત્તમ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.