રાજકોટ ભાવનગર હાઇવે વીરનગર પાસે ઓટોરીક્ષા પલ્ટી ખાઇ જતા - At This Time

રાજકોટ ભાવનગર હાઇવે વીરનગર પાસે ઓટોરીક્ષા પલ્ટી ખાઇ જતા


રાજકોટ ભાવનગર હાઇવે વીરનગર પાસે ઓટોરીક્ષા પલ્ટી ખાઇ જતા બે લોકોને ઇજા થઇ હતી. રોડપર પડેલા મસમોટા ખાડાઓને કારણે અકસ્માત સર્જાયો હતો.આ રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડયા છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે આ ખાડાના કારણે કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. વહેલી તકે ખાડાઓ બુરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. ઓટોરિક્ષાના ચાલકે ખાડાના કારણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી અને ઘટના સ્થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા તેમજ ૧૦૮ પણ દોડી ગઇ હતી. રીક્ષાનો આગળનો ભાગ ભૂકો ભૂલી ગયો હતો.

તસવીર કરશન બમટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.