પેપર કપના પ્રતિબંધ વચ્ચે* ધ્રાંગધ્રા પંથકમાં હજુ પણ પાણીના પાઉચનુ ખુલ્લેઆમ વેચાણ.
ધ્રાંગધ્રા પંથકમાં હજુ પણ પાણીના પાઉચનુ ખુલ્લેઆમ વેચાણ.
(સિંગલયુઝ પ્લાસ્ટીક ઉપયોગ સામે સ્થાનિક નગરપાલિકા ઘુટણીયે)
ધ્રાંગધ્રા: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાને રાખી ચા પીવા માટે વપરાશ થતા પેપર કપ પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ સમગ્ર રાજ્યમા છેલ્લા કેટલાય વષોઁથી પ્લાસ્ટીકની થેલીમાં વેચાણ થતા પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવ્યો છતા પણ ધ્રાંગધ્રા પંથકમાં હજુય પાણીના પાઉચ ચલણ યથાવત જોવા મળે છે જેમા પાણીના કેટલાક કારખાનાઓ ગેરકાયદેસર જ ચાલી રહ્યા છે જેની કોઇ સરકારી ચોપડે નોંધ નથી. આ તરફ સ્વચ્છતામા પ્રથમ રહેવાની હરોળમા સતત મહેનત કરતુ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ખરેખર સિંગલ યુઝ પ્લાસ્ટીક અને પાણીના પાઉચ પર પ્રતિબંધ સામે ઘુંટણીયે હોવાનુ સાબિત થયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.